Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતમાં BRTS બસે સર્જેલા અકસ્માતના આંકડા આવ્યા સામે, 54 અકસ્માતમાં 18 નિર્દોષોએ ગુમાવ્યા જીવ

અકસ્માતની ઘટનાઓની સંખ્યામાં તાજેતરમાં વધારો જોવા મળી રહ્યો છે. દર વર્ષે હજારો લોકો ભારતમાં આ જીવલેણ અકસ્માતની ઘટનામાં જીવ ગુમાવતા હોય છે. ત્યારે સુરતમાં  મનપા સંચાલિત બસોના અકસ્માતની સંખ્યામાં છેલ્લા 3 થી 4 વર્ષમાં વધારો જોવા મળ્યો છે. સુરતમાં BRTS...
09:14 AM Dec 24, 2023 IST | Harsh Bhatt

અકસ્માતની ઘટનાઓની સંખ્યામાં તાજેતરમાં વધારો જોવા મળી રહ્યો છે. દર વર્ષે હજારો લોકો ભારતમાં આ જીવલેણ અકસ્માતની ઘટનામાં જીવ ગુમાવતા હોય છે. ત્યારે સુરતમાં  મનપા સંચાલિત બસોના અકસ્માતની સંખ્યામાં છેલ્લા 3 થી 4 વર્ષમાં વધારો જોવા મળ્યો છે. સુરતમાં BRTS બસે સર્જેલા અકસ્માતના આંકડા સામે આવ્યા છે, જે ખરેખર ચોંકાવનારા છે. 2020 થી 2023 સુધીમાં આ બસો દ્વારા કરાયેલા અકસ્માતમાં 18 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

સુરત મનપા સંચાલિત બસે ચાર વર્ષમાં 54 અકસ્માત સર્જ્યા છે, આ 54 અકસ્માતમાં 18 નિર્દોષોના જીવ મનપા સંચાલિત બસે લીધા છે. જાહેર પરિવહન સમિતિના ચેરમેને હાલમાં જ જરૂરી સૂચનાઓ આપી હતી.

છેલ્લા કેટલાક સમયમાં બીઆરટીએસ બસોના અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થયો છે, જેનો અંદાજો આપણને ઉપરના આંકડાઓ ઉપર નજર કરતા આવે છે. વર્ષ 2020 કરતાં 2023 માં અકસ્માતોની સંખ્યામાં 1200 ટકાનો વધારો થયો છે. સતત અકસ્માતોની સંખ્યામાં વધારો છતાં મનપના સત્તાધીશો નિંદ્રાધીન જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો -- ગોધરાના સામાજિક કાર્યકર જૈનુદ્દીન વલીનુ અવસાન

 

Tags :
AccidentBRTSbusDeathInjuredSMCstatsSurat
Next Article