Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં BRTS બસે સર્જેલા અકસ્માતના આંકડા આવ્યા સામે, 54 અકસ્માતમાં 18 નિર્દોષોએ ગુમાવ્યા જીવ

અકસ્માતની ઘટનાઓની સંખ્યામાં તાજેતરમાં વધારો જોવા મળી રહ્યો છે. દર વર્ષે હજારો લોકો ભારતમાં આ જીવલેણ અકસ્માતની ઘટનામાં જીવ ગુમાવતા હોય છે. ત્યારે સુરતમાં  મનપા સંચાલિત બસોના અકસ્માતની સંખ્યામાં છેલ્લા 3 થી 4 વર્ષમાં વધારો જોવા મળ્યો છે. સુરતમાં BRTS...
સુરતમાં brts બસે સર્જેલા અકસ્માતના આંકડા આવ્યા સામે  54 અકસ્માતમાં 18 નિર્દોષોએ ગુમાવ્યા જીવ

અકસ્માતની ઘટનાઓની સંખ્યામાં તાજેતરમાં વધારો જોવા મળી રહ્યો છે. દર વર્ષે હજારો લોકો ભારતમાં આ જીવલેણ અકસ્માતની ઘટનામાં જીવ ગુમાવતા હોય છે. ત્યારે સુરતમાં  મનપા સંચાલિત બસોના અકસ્માતની સંખ્યામાં છેલ્લા 3 થી 4 વર્ષમાં વધારો જોવા મળ્યો છે. સુરતમાં BRTS બસે સર્જેલા અકસ્માતના આંકડા સામે આવ્યા છે, જે ખરેખર ચોંકાવનારા છે. 2020 થી 2023 સુધીમાં આ બસો દ્વારા કરાયેલા અકસ્માતમાં 18 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

Advertisement

સુરત મનપા સંચાલિત બસે ચાર વર્ષમાં 54 અકસ્માત સર્જ્યા છે, આ 54 અકસ્માતમાં 18 નિર્દોષોના જીવ મનપા સંચાલિત બસે લીધા છે. જાહેર પરિવહન સમિતિના ચેરમેને હાલમાં જ જરૂરી સૂચનાઓ આપી હતી.

  • વર્ષ 2020માં 2 અકસ્માત થયા જેમાં 2 વ્યક્તિના મૃત્યુ થયા
  • વર્ષ 2021માં 7 અકસ્માત થયાં જેમાં 5 લોકોના મૃત્યુ અને 2 વ્યક્તિને ઈજા પહોંચી
  • વર્ષ 2022માં 21 અકસ્માત થયા જેમાં 8 વ્યક્તિના મૃત્યુ થયા જ્યારે 13 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ
  • વર્ષ 2023માં 24 અકસ્માત નોંધાયા જેમાં 3 વ્યક્તિના મૃત્યુ અને 21 વ્યક્તિ ઘાયલ થયાં

છેલ્લા કેટલાક સમયમાં બીઆરટીએસ બસોના અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થયો છે, જેનો અંદાજો આપણને ઉપરના આંકડાઓ ઉપર નજર કરતા આવે છે. વર્ષ 2020 કરતાં 2023 માં અકસ્માતોની સંખ્યામાં 1200 ટકાનો વધારો થયો છે. સતત અકસ્માતોની સંખ્યામાં વધારો છતાં મનપના સત્તાધીશો નિંદ્રાધીન જોવા મળી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો -- ગોધરાના સામાજિક કાર્યકર જૈનુદ્દીન વલીનુ અવસાન

Advertisement

Tags :
Advertisement

.