Chotaudepur : હત્યાના બનાવમાં એક જ પરિવારના 11 સભ્યોને આજીવન કેદ
અહેવાલ--તૌફિક શેખ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના રાયપુરમાં સામાન્ય મુદ્દે ટોકતા એક વ્યક્તિની કરાયેલી હત્યામાં સંડોવાયેલા એક જ પરિવારના 11 આરોપીઓને છોટાઉદેપુર એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. એક સાથે 11 આરોપીઓને સજા થઈ હોય તેવો બોડેલી છોટાઉદેપુર એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ઐતિહાસિક બનાવ નોંધાયો છે .
ભેલાણ બાબતે હુમલો કરાયો હતો
પ્રાપ્ત થતી વિગતો અનુસાર સંખેડા તાલુકાના રાયપુર ગામે તારીખ ૧૬ જૂન ૨૦૧૮ ના રોજ બારીયા વિનોદભાઈ નરસિંહભાઈના ખેતરમાં ભેલાણ કરવા બાબતે બારીયા છગનભાઈ નરસિંહભાઈ ને ઠપકો આપતા છગનભાઈ સહિત કુલ 13 શખ્સોએ વિનોદભાઈ ઉપર લોખંડની પાઇપ તેમજ પરાઈ વડે હુમલો કરતા વિનોદ ભાઈ ગંભીર રીતે ઘવાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિનોદભાઈનું મોતની નિપજ્યું હતુ.
11 આરોપીને આજીવન કેદ
જે અંગેની વિનોદભાઈ ની પત્નીએ સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સંખેડા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. જે અંગેનો કેસ બોડેલી છોટાઉદેપુર ડિસ્ટ્રીક કોર્ટમાં ચાલી જતાં મજબૂત પુરાવા તેમજ પી પી રાજેન્દ્ર પરમારની દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે છગન બારીયા, ઝવેર બારીયા, ચીમન બારીયા, ઉકેડ બારીયા, મહેશ બારીયા, વિઠ્ઠલ બારિયા , મહેશ ઉર્ફ ભટા બારીયા હસમુખ બારીયા, સુરેશ બારીયા, જેસંગ બારીયા અને દિલિપ બારિયાને આજીવન કેદની પણ સજા તેમ જ 11-11 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
આ પણ વાંચો----GUJARAT HIGH COURT : ‘પશુઓને તકલીફ પડે તો ભગવાન માફ નહીં કરે’