Cyclone Biporjoy : વાવાઝોડાની વિપરિત સ્થિતિમાં ઈમર્જન્સી 108 એ 4 માનવ જીંદગી બચાવી
બિપરજોય વાવાઝોડાની સ્થિતિ વચ્ચે પણ છેવાડાના માનવીને આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તેમજ આરોગ્યતંત્ર કટિબદ્ધ છે. જિલ્લામાં વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા માટે વિવિધ પ્રકારના આગોતરા આયોજન હાથ ધરવામાં આવ્યા હતા.
મોડી રાતે સલામત પ્રસુતિ
વિવિધ કચેરીઓના સંકલન થકી જિલ્લામાં પૂરતી વ્યવસ્થાઓ સાથે ઘનિષ્ઠ આયોજન કરવામાં આવ્યું હતું. ગત રાત્રે મોડી રાત્રે જાફરાબાદ 108 એમ્બ્યુલન્સને 2.07 કલાકે વાંઢ ગામના કેસ બાબતે કોલ મળ્યો હતો. જ્યારે રાજુલા 108ને ૦૨:૨૦ કલાકે ભચાદર ગામના કેસ બાબતે કોલ મળ્યો હતો. બંને કોલ મળતાની સાથે જ જાફરાબાદ અને રાજુલા 108ની બંને ટીમ સ્થળ પર જવા રવાના થઈ ગઈ હતી.
હાઈ-વે પર પ્રસુતિ કરાવી
જાફરાબાદ 108ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું કે, મહિલા પ્રસુતિની પીડાથી પીડાઈ રહી હતી જેને લીધી મહિલાને તુરંત હોસ્પિટલ લઈ જવું પડે તેમ હતા. જાફરાબાદ 108ના ઇ.એમ.ટી. શ્રી અશોક ભાઈ મકવાણા અને પાયલોટ અજિત મલેક દ્વારા મહિલાના સ્થળ પર સામાન્ય તપાસ કરી મહિલાને તુરંત એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા ત્યારબાદ તેને રાજુલા ખાતે વધુ આરોગ્ય સુવિધા માટે લઈ જવા માટે નીકળ્યા હતાં. દરમિયાન જાફરાબાદ 108 ની ટીમને જાફરાબાદ - રાજુલા રોડ પાસે આવેલ ચાર નાળા ચોકડી પાસે મહિલાને પ્રસુતિની પ્રસવ પીડા થતાં એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી. દ્વારા તપાસ કરતા પ્રસવ પીડાને લીધે 108 એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી.
વિપરિત સ્થિતિમાં ઉપરી ડોક્ટરની સલાહથી ડિલિવરી કરાવી
આ સ્થિતિને ધ્યાને લઈ ફરજ પરના ઇ.એમ.ટી. દ્વારા સગર્ભાની તમામ વાઈટલ તેમજ અન્ય પેરામીટરની તપાસ કરી ઉપરી ડૉકટરની સલાહ લઈ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી હતી. તેમજ પ્રસુતિ દરમિયાન બાળકને ગળે ગર્ભ નાળ વિંટળાઈ જતા પ્રસુતિ વધારે વિકટ બની હતી. આ સમયે ઉપરી ડૉકટરની સલાહ સૂચના મુજબ ઇ.એમ.ટી. શ્રી અશોક ભાઈ મકવાણા તેમજ પાયલોટ શ્રી અજિત ભાઈ મલેક દ્વારા જાફરાબાદ તાલુકાના વાંઢ ગામની મહિલાની સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી. પ્રસુતિ બાદ મહિલાને જરુરી દવાઓ અને અન્ય સારવાર આપી ઑક્સિજન સાથે રાજુલા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
108 વહારે આવી, ગામના પાદરમાં પ્રસુતિ
જ્યારે રાજુલાની ભચાદર ગામનાં સગર્ભાને પણ પ્રસવની પીડા વધી જતા તેમની તમામ તપાસ કરી ત્યારે તે સગર્ભાને પણ તુરંત હૉસ્પિટલ દાખલ કરવા પડે તેવી સ્થિતિ હતી. જેથી રાજુલા 108ના ઇ.એમ.ટી. શ્રી લાલજી ભાઈ વેગડ અને પાયલટ શ્રી કિશન ભાઈ જોશી હોસ્પિટલ જવા રવાના થયા હતા. દરમિયાન ભચાદર ગામના પાદરમાં જ સગર્ભાને પ્રસવની પીડા ઉપાડતા તે મહિલાને પણ એમ્બ્યુલન્સ માંજ પ્રસુતિ કરાવવી પડે તેમ હતી.
મીસડિલિવરીની શક્યતા વચ્ચે 2 જીવ બચાવ્યા
108ના જિલ્લા અધિકારી શ્રી અમાનતઅલી નકવીએ જણાવ્યુ હતુ કે, આવી વિકટ પરિસ્થિતિમાં પ્રસુતિ મહિલાને ગર્ભાવસ્થાનો 08 મો મહિનો હોવાથી વિશેષ તકેદારી રાખી અને પ્રસુતિ કરાવવામાં આવી હતી. મહિલાને પાછલા સમયમાં બે મીસડિલિવરી પણ થઈ હતી અને પ્રસુતિ સમયે બાળકના ગળે ગર્ભનાળ પણ વિંટળાયેલી હતી. આવી અતિ વિકટ પરિસ્થિતિ વચ્ચે ભચાદર ગામની મહિલાને રાજુલા 108 ના ઇ.એમ.ટી.શ્રી. લાલજી ભાઈ વેગડ અને પાયલોટ શ્રી કિશન ભાઈ જોશી દ્વારા સફળતા પૂર્વક પ્રસુતિ કરાવવામાં આવી હતી.
108ની ટીમની સરાહનિય કામગીરી
ત્યારબાદ તે મહિલાને રાજુલાની પ્રાઇવેટ ઓમ હૉસ્પિટલ દાખલ કરાવવામાં આવી હતી. આમ, બિપરજોય વાવાઝોડાની સ્થિતિ તેમજ ભારે પવન અને વરસાદની વચ્ચે પણ 108ની સેવાએ છેવાડાના વિસ્તારોમાં અને દરિયા કાંઠાના વિસ્તારોમાં જઈ અને ફરજ બજાવી હતી. ટીમ 108ની ઉત્કૃષ્ટ કામગીરી બદલ 108ના જિલ્લા અધિકારી શ્રી અમાનતઅલી નકવી અને પ્રોગ્રામ મેનેજર શ્રી ફૈયાઝ ભાઈ પઠાણ તેમજ દિલીપ ભાઈ સોલંકી દ્વારા જાફરબાદ અને રાજુલાના કર્મચારીઓને બિરદાવવામાં આવ્યા હતા.
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કાનપર ગામ ની સગર્ભાની પ્રસુતિ
રાપર 108 ઇમરજન્સી ટીમ દ્વારા કાનપર ગામની સગર્ભાની સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો છે. રાપર તાલુકાના કાનપર ગામના રહેતા સગર્ભા હંસાબેન હસમુખભાઈ કોલી ગંભીર પ્રસુતિની પીડા ઉપડતા હસમુખભાઈ એ 108 ને ફોન કરીને દર્દી ની પરિસ્થિતિ જણાવી હતી. રાપર 108 કેન્દ્રના કર્મચારીયો EMT હરેશભાઈ રાવલ અને પાયલોટ પ્રકાશભાઈ દવે તરતજ સ્થળે પહોંચ્યા હતા અને દર્દીની પરિસ્થિતિ ગંભીર માલુમ પડતા અમદાવાદ ખાતેના Emergency રિસ્પોન્સ સેન્ટર ના ડો. સુનીતા મેડમ ના માર્ગદર્શન તૅમજ વિવિધ સાધનો તેમજ ટેકનિકનો ઉપયોગ કરીને દર્દીની એમ્બ્યુલન્સ માં જ સફળતા પૂર્વક પ્રસુતિ કરાવી હતી.
મહિલા અને બેબી ની વધુ સારવાર માટે રાપરના chc હોસ્પિટલ મા ખસેડાયા હતા. બેબી નો જન્મ થતા પરિવાર જનોયે 108 ના કર્મચારીયો નો આભાર વ્યક્ત કર્યો હતો. વધુ માં પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધે જણાવ્યુ હતો કે, જીલ્લા માં વાવઝોડ દરમિયાન અનેક સગભૉ માતા સહિત અનેક કિસ્સામાં 108 ટીમ હજુ સતત તત્પર અને કટિબદ્ધ બની ને લોકો ને પ્રતિસાદ આપી રહ્યા છે. વાવઝોડ દરમિયાન 150 થી વધારે દર્દીઓ ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ભારતની તૈયારીઓ સામે ‘બિપોરજોય’ વાવાઝોડું પણ થયું પસ્ત, જુઓ VIDEO
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.