Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: લ્યો બોલો! અહીં તો કોઈ જુગારીઓને જ છેતરી ગયું! કેટલાક લોકો આવ્યાં અને...

કારખાનાની અંદર મિત્ર સર્કલમાં જ જુગાર રમી રહ્યા હતા અજાણ્યા ઇસમો આવ્યા અને પોલીસની ઓળખ આપી જુગાર રમતા લોકો પાસેથી પૈસા લઈને ફરાર થઈ ગયા આરોપીઓ Surat: સુરત (Surat)ના વરાછા વિસ્તારમાં આવેલ પટેલ નગર ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોડરીના કારખાનાની અંદર મિત્ર...
surat  લ્યો બોલો  અહીં તો કોઈ જુગારીઓને જ છેતરી ગયું  કેટલાક લોકો આવ્યાં અને
  1. કારખાનાની અંદર મિત્ર સર્કલમાં જ જુગાર રમી રહ્યા હતા
  2. અજાણ્યા ઇસમો આવ્યા અને પોલીસની ઓળખ આપી
  3. જુગાર રમતા લોકો પાસેથી પૈસા લઈને ફરાર થઈ ગયા આરોપીઓ

Surat: સુરત (Surat)ના વરાછા વિસ્તારમાં આવેલ પટેલ નગર ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોડરીના કારખાનાની અંદર મિત્ર સર્કલ જુગાર રમી રહ્યા હતા. તે દરમિયાન ચાર જેટલા અજાણ્યા ઇસમો ઘૂસી આવ્યા હતા. આ લોકોએ પોલીસની ઓળખ આપી જુગાર રમી રહેલા સાથે લોકો પાસેથી 1.73 લાખ રૂપિયા પડાવી ત્યાંથી નીકળી ગયા હતા. છેતરાયેલ લોકોને શંકા જતા વરાછા પોલીસ (Varachha Police) મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે અનુસંધાને વરાછા પોલીસ (Varachha Police, Surat) ગુનો નોંધી ત્રણ જેટલા આરોપીની ધરપકડ કરી મુદ્દા માલ કબજે કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો: કડીમાં CERA SANITARYWARE LTD ની અનોખી પહેલ, 1166 વર્કર્સ અને 636 સ્ટાફ સભ્યોનું કર્યું સન્માન

મુદ્દા માલ સાથે ત્રણ આરોપીઓની કરાઈ ધરપકડ

સુરત (Surat) શહેરમાં પોલીસની ઓળખ આપી જુગાર રમી રહેલા મિત્રો પાસેથી 1.73 લાખ રૂપિયા પડાવી લેવાયા હતા. કોઈપણ કેસ કર્યા વગર ત્યાંથી પોલીસે બનીને આવેલા ચાર ઈસમો રૂપિયા લઈને જતા રહ્યા હતા. રવિવારનો દિવસ હોવાથી તમામ મિત્રો ભજીયા પાર્ટી માટે એકઠા થયા હતા તે દરમિયાન સાતેય લોકો જુગાર રમવા બેઠા હતા. જે દરમિયાન પોલીસ બનીને આવેલા આ લોકો તેમને છેતરી ગયા બાદ કોઈપણ પ્રકારની કાર્યવાહીના થતા આ ઈસમો સામે આ લોકો ને શંકા ગઈ હતી. જેથી તાત્કાલિક તમામ જુગાર રમતા મિત્રો એ વરાછા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો ત્યાં જઈને તમામ આપવીતી હકીકત જણાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો: તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓની T-Shirt મામલે BJP- કોંગ્રેસ આમને-સામને, રાજકારણ ગરમાયું

મહેશ ડાંગર, લલિત ચૌહાણ અને આકાશ વાઘેલાની ધરપકડ કરાઈ

તમામે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં ચાર લોકો કારખાનાની અંદર આવ્યા હતા તો એક વ્યક્તિ દાદર પાસે ધ્યાન રાખીને કરીને ઊભો હતો. વરાછા પોલીસ (Varachha Police, Surat)એ સીસીટીવી ફૂટેજના આધારે ડુપ્લીકેટ પોલીસ બનીને આવેલા ઈસમોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. એ દરમિયાન મહેશ ડાંગર, લલિત ચૌહાણ અને આકાશ વાઘેલા ઝડપાયા છે. જ્યારે અન્ય બે આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને શોધવા માટે તજવીજ શરૂ કરી છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે મુદામાલ પણ રિકવર કર્યો છે. હાલ પોલીસે આ પોલીસની ખોટી ઓળખ આપી રૂપિયા પડાવનાર ત્રણને પોલીસે હાલ ઝડપી પાડી અન્ય બે ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે

Advertisement

આ પણ વાંચો: 8-6 વર્ષનાં ભાઈ-બહેને સવા કલાકમાં સર કર્યો 'ગુરુ પર્વત', લહેરાવ્યો તિરંગો, જુઓ Video

Tags :
Advertisement

.