Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Anant Ambani ના લગ્નમાં બોંબ બ્લાસ્ટની ધમકીનું પગેરું નીકળ્યું વડોદરામાં...!

Anant Ambani : ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી (Anant Ambani ) ના લગ્ન પ્રસંગે બોંબ બ્લાસ્ટ કરવાની ધમકી આપવાના કેસમાં વડોદરા કનેક્શન નીકળતા પોલીસ ચોંકી ઉઠી છે. સોશિયલ મીડ઼િયા પર બોંબ બ્લાસ્ટની ધમકી આપનારા સામે મુંબઇ પોલીસે તપાસ...
anant ambani ના લગ્નમાં બોંબ બ્લાસ્ટની ધમકીનું પગેરું નીકળ્યું વડોદરામાં

Anant Ambani : ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી (Anant Ambani ) ના લગ્ન પ્રસંગે બોંબ બ્લાસ્ટ કરવાની ધમકી આપવાના કેસમાં વડોદરા કનેક્શન નીકળતા પોલીસ ચોંકી ઉઠી છે. સોશિયલ મીડ઼િયા પર બોંબ બ્લાસ્ટની ધમકી આપનારા સામે મુંબઇ પોલીસે તપાસ શરુ કરતાં આખરે વડોદરાનું પગેરું નિકળ્યું હતું અને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડોદરા આવી સિફતપૂર્વક વડોદરા પોલીસની મદદથી જાળ બિછાવી ધમકી આપનારા વડોદરાના વિરલ આશરા નામના યુવકને ઝડપી પાડ્યો હતો.

Advertisement

લગ્ન પ્રસંગમાં બોંબ બ્લાસ્ટ કરવાની ગત 13 તારીખે સોશિયલ મીડિયા પર એક યુવક દ્વારા ધમકી અપાઇ

અનંત અંબાણીના લગ્નમાં વડાપ્રધાન સહિત દેશ વિદેશની અનેક જાણીતી સેલિબ્રીટી ઉપસ્થિત રહી હતી. મુંબઇ જીઓ કન્વેંશન સેન્ટરમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં બોંબ બ્લાસ્ટ કરવાની ગત 13 તારીખે સોશિયલ મીડિયા પર એક યુવક દ્વારા ધમકી અપાઇ હતી. ટ્વીટર પર અપાયેલી આ ધમકીના પગલે મુંબઇ પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે આ ધમકી આપનારાની ઉંડી તપાસ શરુ કરી હતી.

આ ધમકી આપી હતી

સોશિયલ મીડિયા પર અપાયેલી ધમકી અંગ્રેજી માં આપી હતી જેમાં ”માય માઈન્ડ ઇઝ વન્ડરિંગ સેમલેસ્લી ધેટ હાફ ઓફ વર્લ્ડ વુડ ગો અપ સાઈડ ડાઉન ટુમોરો ઓફ અ બોમ્બ વેંન્ટ ઓફ એટ ધ અંબાણી વેડિંગ ટ્રિલિયન ઓફ ડોલર ઈન વન પિન કોડ” એનો અર્થ એવો થાય છે કે આ લગ્ન એક નિર્લજ્જ છે મારા મનમાં ઘૂસી ગયું કે જો અંબાણીના લગ્નમાં જો બોમ્બ ફૂટશે તો એક પિન કોડમાં અડધી દુનિયા ઊંધી છત્તી થઈ જશે.

Advertisement

આ ટ્વીટ વડોદરાના વિરલ આશરા નામના વ્યક્તિએ કર્યું હોવાનું બહાર આવ્યું

આ ધમકીને મુંબઈ પોલીસે ગંભીરતાથી લઇ લગ્ન સ્થળની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. પોલીસે લગ્ન સ્થળ અને એની આજુબાજુના વિસ્તારમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ ની મદદ ઉંડી તપાસ કરી લગ્ન પ્રસંગમાં પહોંચનાર તમામ મહેમાનોની સઘન તપાસ કરાઇ હતી. મુંબઇ પોલીસ દ્વારા તપાસ કરાતા આ ટ્વીટ વડોદરાના વિરલ આશરા નામના વ્યક્તિએ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.

મુંબઇ પોલીસ દોડી વડોદરા

વધુ તપાસમાં બહાર આવ્યું કે વિરલ કલ્પેશભાઇ આશરા વડોદરાના વાઘોડિયા રોડના સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહે છે જેથી તત્કાળ વડોદરા પોલીસને જાણ કરાઇ હતી. મુંબઇ પોલીસની માહિતી બાદ વડોદરા પોલીસ પણ સતર્ક થઇ ગઇ હતી અને ઉંડી તપાસ કરી હતી. મુંબઇ પોલીસની એક ટીમ પણ વડોદરા દોડી આવી હતી અને વડોદરા પોલીસને સાથે રાખી વિરલ આશરા જ્યાં રહેતો હતો તે મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

Advertisement

પોલીસે વિરલને ઝડપી લીધો

મુંબઇ અને વડોદરા પોલીસે દરોડો પાડીને વિરલ આશરાને ઝડપી લીધો હતો અને ત્યારબાદ મુંબઇ પોલીસે તેનો વિધીવત કબજો મેળવી તેને લઇને મુંબઇ રવાના થઇ હતી.

અગાઉ પણ ધમકી આપનારા 3 પકડાયા હતા

ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા પણ મુંબઇમાં બોંબ બ્લાસ્ટની ધમકી સાથેનો ઇમેઇલ કરાયો હતો અને તેમાં પણ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે વડોદરા આવીને ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. વિરલ આશરાએ શા માટે આ પ્રકારે ધમકી આપી હતી તે સહિતના મુદ્દા પર મુંબઇ પોલીસે તપાસ શરુ કરી હતી.

આ પણ વાંચો----- અનંત-રાધિકાના લગ્નમાં આવ્યા ‘બિન બુલાયે બારાતી’ ; આ YOUTUBER ઝડપાયો!

Tags :
Advertisement

.