Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Allegation : તબીબે ડાબા પગના બદલે જમણા પગનું ઓપરેશન કરી નાંખ્યું

Allegation : રાજકોટમાં ખાનગી હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટની યુનિકેર હોસ્પિટલના તબીબે યુવતીના ડાબા પગનું ઓપરેશન કરવાના બદલે જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું હોવાનો યુવતીએ આરોપ (Allegation) લગાવ્યો છે.આ મામલે જૂનાગઢની યુવતીએ ગાંધીગ્રામ પોલીસ...
allegation   તબીબે ડાબા પગના બદલે જમણા પગનું ઓપરેશન કરી નાંખ્યું

Allegation : રાજકોટમાં ખાનગી હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટની યુનિકેર હોસ્પિટલના તબીબે યુવતીના ડાબા પગનું ઓપરેશન કરવાના બદલે જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું હોવાનો યુવતીએ આરોપ (Allegation) લગાવ્યો છે.આ મામલે જૂનાગઢની યુવતીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરતાં પોલીસે તપાસ શરુ કરી છે.

Advertisement

ડાબા પગના બદલે જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું

રાજકોટ શહેરની યુનિકેર હોસ્પિટલ વિવાદમાં આવી છે. યુનિકેર હોસ્પિટલના તબીબે જૂનાગઢની યુવતીનું ડાબા પગના બદલે જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું હોવાનો આરોપ દર્દીએ લગાવ્યો છે. યુવતીને અકસ્માત થયા બાદ તેના ડાબા પગનું ઓપરેશન કરવાનું હતું અને તેને સારવાર માટે યુનિકેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

Advertisement

દર્દીએ ખુબ જ દર્દ અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

આરોપ મુજબ યુવતીને અકસ્માત બાદ ડાબા પગનું ઓપરેશન કરવાનું હતું પણ હોસ્પિટલની ભૂલ અને બેદરકારીથી ડાબા પગના બદલે જમણા પગનું ઓપરેશન કરી દેવાયું હતું જેથી દર્દીએ ખુબ જ દર્દ અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

યુવતીને ઓપરેશન બાદ દુખાવો થતા તેણે જૂનાગઢમાં અન્ય ડોક્ટરને બતાવ્યું

યુવતીના આરોપ પ્રમાણે ઓપરેશન બાદ દુખાવો થતા તેણે જૂનાગઢમાં અન્ય ડોક્ટરને બતાવ્યું હતું અને ત્યારબાદ યુનિકેર હોસ્પિટલી ગંભીર બેદરકારીનો ઘટસ્ફોટ થયો હતો.આ મામલે જૂનાગઢમાં દોલતપરા વિસ્તારમાં રહેતી 20 વર્ષ યુવતી સપના પટોડિયા એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરી હતી. પગમાં દુખાવો થતાં યુવતીએ જૂનાગઢમાં અન્ય ડોકટર ને બતાવતા ખબર પડી કે ઓપરેશનમાં ભૂલ થઇ છે. પોલીસ હવે સમગ્ર મામલામાં તપાસ કરી રહી છે.

જમણા પગમાં પણ ઓપરેશન કરવાની જરુર હતી તેથી દર્દીની સહમતી લીધી હતી

આ મામલે હોસ્પિટલમાં એડમિનીસ્ટ્રેર સંભાળતા કાર્તીક શેઠે ગુજરાત ફર્સ્ટને કહ્યું કે અમારે ત્યાં સપના બેન આવ્યા હતા. તેમને ડાબા પગમાં તકલીફ હતી. દવાથી સારુ ના થતાં આયુષમાન યોજનામાં તેમનું ઓપરેશન કર્યું. ડાબા પગમાં ગાંઠ હતી જે તે સમયે રિપોર્ટ કરતાં જમણા પગમાં પણ ઓપરેશન કરવાની જરુર હતી તેથી દર્દીની સહમતી લીધી હતી અને તેમના ફોઇની પણ સહમતીથી લીધી હતી અને બંનેની સહી છે. બંનેને સમજાવામાં પણ આવ્યા હતા કે બંને પગમાં ઓપરેશન કરવાની જરુર છે. બંને પગમાં અમે સર્જરી કરેલી છે. ત્યાર બાદ તેમણે દુખાવાની ફરિયાદ કરતાં અમે દવા પણ લખી આપી હતી. ત્યારબાદ તેમના પિતા આવ્યા હતા અને ડાબા પગના બદલે જમણા પગનું ઓપરેશન કરી હોવાનું ફરિયાદ કરી હતી અને તેમને કહ્યું કે દર્દીની સહમતીથી ઓપરેશન થયું છે. પોલીસે અમને બોલાવ્યા હતા અને અમે ઇન્ડોર ફાઇલ આપીને પોલીસને જવાબ પણ લખાવ્યો છે. તે સમયે પણ દર્દી ત્યારે પણ હાજર હતા. દર્દીને અમારા મત મુજબ કોઇ ખોડ નથી.

આ પણ વાંચો----- GUJARAT માં ચાંદીપુરમ વાયરસથી મચ્યો હાહાકાર; ઉત્તર ગુજરાતમાં વાયરસે 6 બાળકોનો લીધો ભોગ

આ પણ વાંચો--- Kutch : ફરાર અને ફરજ મોકૂફ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી આખરે ઝડપાઈ

આ પણ વાંચો---- Dahod : લ્યો બોલો… બુટલેગરની મદદ પોલીસ કરતી હતી ? Dy. SP ના ડ્રાઈવર ની અટકાયત

Tags :
Advertisement

.