Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL : મહોરમ પર્વને લઈને શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, 150 થી વધુ પોલીસ જવાનો ખડેપગે

GONDAL : યા હુસેનના ગગનભેદી નારા સાથે ગોંડલ શહેરમાં 45 જેટલા તાજીયા ગત રાત્રીના પડમાં આવ્યા છે, આજે બપોરે ભવ્ય ઝુલુસ નીકળશે. ગત રાત્રિના પાંજરાપોળ, ચોરડી દરવાજા, મોટી બજાર, અને માંડવી ચોકમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા ચોરડી...
gondal   મહોરમ પર્વને લઈને શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત  150 થી વધુ પોલીસ જવાનો ખડેપગે

GONDAL : યા હુસેનના ગગનભેદી નારા સાથે ગોંડલ શહેરમાં 45 જેટલા તાજીયા ગત રાત્રીના પડમાં આવ્યા છે, આજે બપોરે ભવ્ય ઝુલુસ નીકળશે. ગત રાત્રિના પાંજરાપોળ, ચોરડી દરવાજા, મોટી બજાર, અને માંડવી ચોકમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા ચોરડી દરવાજાના ચોકમાં ન્યુ સ્ટાર તાજીયા કમિટી 17 નંબરના તાજીયાએ આકર્ષક જમાવ્યું હતું. ચોરડી દરવાજા ચોકમાં ઢોલ નગારા સાથે અલગ અલગ કરતૂતો કરવામાં આવી હતી. તાજીયાના રૂટ પર અલગ અલગ ગ્રુપ દ્વારા સબીલ કરવામાં આવી હતી. સબીલમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી. તાજિયાને લઈને કોઈ અનિચ્છનીય બનાવના બને તેને લઈને DYSP, PI, અને PSI સહિત 150 જેટલો સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો છે.

Advertisement

GONDAL માં શહીદે કરબલા કમિટીના નેજા હેઠળ યોજાતા ઝુલુસમાં લાયસન્સ વાળા 22 તાજીયા, માનતાના તાજીયા અને અન્ય નાના મોટા 45 જેટલા તાજીયાનું આજે બપોરે 2 વાગ્યે ભવ્ય ઝુલુસ નીકળશે. પહેલા નંબરનો તાજીયો પાંજરાપોળથી નિકળશે ત્યાર બાદ ચોરડી દરવાજાથી નંબર પ્રમાણે તાજીયા ઝુલુસમાં જોડાશે તાજીયાના ઝુલુસમાં હિન્દૂ અને મુસ્લિમ લોકો માનતા ઉતારવા આવી પોહચે છે.  માનતામાં લોકો લાલ ગુલાબના ફૂલ, અંતર, શ્રીફળ અને સોના ચાંદીની કોઈ માનેલી વસ્તુઓ માનતામાં ધરવામાં આવે છે.

Advertisement

આજે બપોરે 2 વાગ્યે ભવ્ય ઝુલુસ નીકળશે

GONDAL પાંજરાપોળથી ચોરડી દરવાજા, મક્કા મસ્જિદ, મોટી બજાર, દરબાર ચોક, માંડવી ચોક, સેન્ટ્રલ સિનેમા ચોક, સિવિલ હોસ્પિટલ ચોકથી બોદલશા પીરની જગ્યાએ પુર્ણાહુતી થશે અને ત્યાર બાદ સૌ લોકોને ન્યાઝ આપે છે.

મહોરમ પર્વને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Advertisement

GONDAL શહેરમાં મહોરમ પર્વને લઈને 1 DYSP, 2 PI, 4 PSI, મહિલા પોલીસ સ્ટાફ, ટ્રાફિક પોલીસ, GRD જવાન સહિત 150 થી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ઝુલુસ નીકળવાના સમયે અલગ અલગ 2 જેટલા રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેમાં જેલ ચોકથી ભોજરાજપરા થઈને વાહનોને પાંજરાપોળ પરથી નીકળવાનું રહેશે. જ્યારે સેન્ટ્રલ સિનેમા ચોક તરફથી ભગવતપરામાં જવા માટે વાહન ચાલકોને બાલા હનુમાન રોડથી ગુંદાળા દરવાજાથી જેલ ચોક, ભોજરાજપરા થઈ પાંજરાપોળના પુલ પરથી ભગવતપરા સુધી પોહચી શકશે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી 

આ પણ વાંચો : GUJARAT માં ચાંદીપુરમ વાયરસથી મચ્યો હાહાકાર; ઉત્તર ગુજરાતમાં વાયરસે 6 બાળકોનો લીધો ભોગ

Tags :
Advertisement

.