Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : પોલીસ એજન્સીઓને શરમાવે તેવી અમદાવાદ ટ્રાફિકની કામગીરી

Ahmedabad : ટ્રાફિક નિયમન અને કાયદાનું પાલન કરાવતી પોલીસ એટલે ટ્રાફિક વિભાગ. સૌ કોઈ અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગ (Ahmedabad City Traffic) ની કામગીરીથી વાકેફ છે. અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગ બે ભાગમાં વહેંચાયેલો છે એક છે પશ્ચિમ અને બીજો પૂર્વ. અમદાવાદ...
05:00 PM Jul 06, 2024 IST | Bankim Patel
Remarkable performance of East Ahmedabad Traffic Department

Ahmedabad : ટ્રાફિક નિયમન અને કાયદાનું પાલન કરાવતી પોલીસ એટલે ટ્રાફિક વિભાગ. સૌ કોઈ અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગ (Ahmedabad City Traffic) ની કામગીરીથી વાકેફ છે. અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગ બે ભાગમાં વહેંચાયેલો છે એક છે પશ્ચિમ અને બીજો પૂર્વ. અમદાવાદ પૂર્વ ટ્રાફિક પોલીસે (East Ahmedabad Traffic Police) ત્રણ મહિનામાં કરેલી કામગીરી પોલીસ એજન્સીઓ () ને શરમમાં મૂકી દે તેવી છે. નકલી ભારતીય ચલણી નોટો, દાણચોરીનું સોનું, પિસ્તોલ-કારતૂસો અને મહારાષ્ટ્રથી અપહરણ કરાયેલા વેપારીનો છૂટકારો Ahmedabad પૂર્વ ટ્રાફિક વિભાગની કામગીરીમાં ચાર ચાંદ લગાવે છે. ટ્રાફિક પોલીસે એવો તો કયો જાદુ છે કે ગુનેગારો આસાનીથી હાથ લાગી જાય છે. વાંચો આ અહેવાલમાં...

ઘરે છાપેલી 9.26 લાખની નકલી નોટો પકડી

Ahmedabad ની આઈ ડિવિઝન ટ્રાફિકના પીઆઈ સી. આર. રાણા (PI C R Rana) અને તેમની ટીમે ગઈકાલે શુક્રવારે બપોરે મધ્યપ્રદેશ પાસીંગની એક કાર વાહન ચેકીંગ માટે રોકી હતી. કારમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની મેહુલ સોની, મેહુલનો ભાઇ નિખિલ અને વિશાલ કર્મા સવાર હતા. દસ્તાવેજો તપાસવાની સાથે એએસઆઈ અર્જૂનસિંહ અને TRB જવાનોએ કારમાં તલાશી લેતા જુદાજુદા ત્રણ કવરમાંથી 500ના દરની 1,852 ચલણી નોટો મળી આવી હતી. પ્રાથમિક દ્રષ્ટીએ ભારતીય ચલણી નોટો બનાવટી (FICN) હોવાનું માલૂમ પડતા ટ્રાફિક પોલીસે FSL અધિકારીને સ્થળ પર બોલાવ્યા હતા. દરમિયાનમાં આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તમામ બનાવટી નોટો ઘરમાં છાપી છે. આ મામલે ASI અર્જૂનસિંહ મનસુખભાઇએ રામોલ પોલીસ સ્ટેશન (Ramol Police Station) ખાતે ત્રણેય શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. રામોલ પોલીસે આ મામલે BNS 178, 179, 180, 60 હેઠળ ગુનો નોંધી આરોપીઓની વિધિવત ધરપકડ કરી ત્રણ મોબાઈલ ફોન તેમજ કાર કબજે કરી છે.

દાણચોરી કરી લવાયેલું 80 લાખનું સોનું

ગત 25 જૂનની સાંજે આઈ Traffic Police સ્ટેશનના ASI પરથીભાઇ પુરાભાઇએ ઓઢવ સોનીની ચાલી ચાર રસ્તા પાસેથી દિલ્હી પાસીંગની એક કાર રોકી હતી. વાહન ચેકીંગ દરમિયાન કારમાંથી ત્રણ શખ્સ શુભમ પેઠીવાલા, ભુવનેશ્વરસિંહ સોઢા (બંને રહે. બિકાનેર, રાજસ્થાન) અને મો.ફરાજ ગોપાલપુરીયા (રહે. ચુરુ, રાજસ્થાન) મળી આવ્યા હતા. કારની તલાશીમાં ગોલ્ડ કલરની માટી જેવો પદાર્થ પ્લાસ્ટીકની થેલીમાં ભરેલો મળતા ત્રણેય શખ્સોએ માટી જેવો પદાર્થ સોનું હોવાની કબૂલાત કરતા 1 કિલો 126 ગ્રામનું Gold (કિંમત 80 લાખ) કબજે લીધું હતું. આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશન (Odhav Police Station) માં સોનાની દાણચોરી પ્રકરણમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. દુબઈથી વાયા અમદાવાદ SVPI એરપોર્ટ થઈને સોનાની દાણચોરી (Gold Smuggling) કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પિસ્તોલ-કારતૂસ સાથે બેની ધરપકડ

ગત મે મહિનાની 2જી તારીખે ઠક્કરનગર ચાર રસ્તા ટ્રાફિક ચોકી સામે નંબર પ્લેટ વિનાની એક થાર અટકાવવામાં આવી હતી. ASI રસિકકુમાર દામડીયાએ નરોડાથી નારોલ તરફ જતી કારની તલાશી લેતા તેમાંથી એક પિસ્તોલ અને 3 કારતૂસ મળી આવ્યા હતા. ગાંધીનગર જિલ્લાના કરાઈ ગામે રહેતા દિપક કરમશીભાઇ દેસાઈ અને અમદાવાદ નિકોલના રણવીર રાઠોડને નિકોલ પોલીસ (Nikol Police) ના હવાલે કરાયા હતા. નિકોલ પોલીસે આરોપી દિપક દેસાઈએ વડોદરાના શખ્સ પાસેથી ગીરવે લીધેલી થાર કબજે લઈ હથિયાર આપનાર સહિત 3 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

મહારાષ્ટ્રથી અપહરણ કરાયેલા વેપારીને છોડાવ્યો

Ahmedabad ના એલ ડિવિઝન ટ્રાફિક પીએસઆઈ એન. એમ. પંચાલ (PSI N M Panchal) અને તેમની ટીમે ગત 9 એપ્રિલના ખેડા-નડીયાદ પાસીંગની એક કાર રોકી હતી. તપોવન સર્કલ પાસે કાર રોકવામાં આવી ત્યારે તેમાં સવાર 5 શખ્સો પૈકી એક શખ્સ અપહરણ કર્યું હોવાની બૂમો પાડવા લાગ્યો હતો. જેથી ટ્રાફિક પીએસઆઈએ રાજસ્થાનના દિનેશ પુરોહિત, મહેન્દ્ર પુરોહિત, સમેરારામ પુરોહિત અને સંજય મેઘવાલને અટકમાં લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં 35 લાખ રૂપિયાની ઉઘરાણીના મામલે હરચંદ્રમ પુરોહિતનું મહારાષ્ટ્ર (Maharashtra) ના કોલ્હાપુરથી અપહરણ કર્યું હોવાની વાત સામે આવી હતી. કોલ્હાપુરના પનહાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના કેસ (Kidnapping Case) માં તમામ આરોપીઓને સોંપવામાં આવ્યા હતા.

આંગડીયાને લૂંટવા આવેલી ટોળકીનો પર્દાફાશ

વર્ષ 2023ની 25 ફેબ્રુઆરીના રોજ સીટીએમ ચાર રસ્તા પાસે મહારાષ્ટ્ર પાસીંગની એક કાર શંકાના આધારે ટ્રાફિક પોલીસે રોકી હતી. કારમાં સવાર 3 શખ્સો પૈકી એકને ટ્રાફિક પીએસઆઈ પી. બી. મિશ્રા અને તેમની ટીમે ઝડપી લીધો હતો. જ્યારે બે શખ્સો ફરાર થવામાં સફળ રહ્યા હતા. કારમાંથી 1 પિસ્તોલ, 2 તમંચા અને 13 કારતૂસ મળી આવતા મામલો અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Crime Branch Ahmedabad) પાસે પહોંચ્યો હતો. ક્રાઈમ બ્રાંચની તપાસમાં પકડાયેલા ઈમરાન શેખે કબૂલાત કરી હતી કે, તેના બે ફરાર સાગરિતો અને અમદાવાદના સરખેજમાં રહેતા સમીર ધ્રાંગધ્રા અને તેના ભાઇ અકીલ ઉર્ફે સોનુએ આંગડીયા લૂંટનો પ્લાન બનાવ્યો હતો. ધ્રાંગધા ખાતે આવેલી પીં. એમ. આંગડીયા પેઢી (P M Angadia) માં લૂંટારૂ ટોળકીનો ધાડ પાડવાનો પ્લાન હતો.

ટ્રાફિક પોલીસની નોંધપાત્ર કામગીરીનું કારણ

ક્રાઈમ બ્રાંચ, ATS જેવી એજન્સીઓ જેવી કામગીરી ટ્રાફિક પોલીસ કેવી રીતે કરે છે તે જાણવા Gujarat First એ ડીસીપી સફિન હસન (Safin Hasan) નો સંપર્ક કર્યો. આ મામલે પૂછતા પૂર્વ અમદાવાદ Traffic DCP સફિન હસને જણાવ્યું કે, સતત હાજરી અને સતર્કતાના કારણે જ આ કામગીરી શક્ય છે.

આ પણ વાંચો - Liquor Trafficking: દારૂ ભરેલા વાહનોનો પીછો કરી લૂંટ ચલાવતી બદમાશ પોલીસ ગેંગ

આ પણ વાંચો - Gujarat રાજ્યની લગભગ તમામ જેલ હાઉસફૂલ, કેદીઓની સ્થિતિ દયનીય

Tags :
AhmedabadAhmedabad City TrafficBankim PatelBNSCrime Branch AhmedabadEast Ahmedabad Traffic PoliceFICNFSLGold SmugglingGujarat FirstJournalist Bankim Patelkidnapping caseMaharashtraNikol PoliceOdhav police stationP M AngadiaPI C R RanaPSI N M PanchalRamol Police StationSafin HasanTraffic Policetrb
Next Article