BJP ના આ નેતાને ટાંકી Lalit Vasoya એ કહ્યું, તેમની વિરુદ્ધ મારે હાર માટે ઉમેદવારી નોંધાવી પડત..!
Gujarat First Conclave 2024: ભારતભરમા અત્યારે લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ગુજરાતના રાજકારણામાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે ગુજરાતમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાતી મીડિયા ઇતિહાસના સૌ પ્રથમવાર સૌથી મોટો Conclave યોજવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના મીડિયા ઇતિહાસનો સૌથી મોટો કોન્ક્લેવ (Gujarat First Conclave) છે. Conclave માં લોકસભા ચૂંટણી 2024 માં કોંગ્રેસ પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર લલિત વસોયા સાથે પોરબંદર રાજકારણને લઈ ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
તો લલિત વસોયાની વાત કરીએ તો તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. 30 વર્ષે તેઓ રાજકારણમાં પગલું માડ્યું હતું. તેઓ કોંગ્રેસના સાશનકાળમાં ધોરાજી બેઠક પરથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેમણે ભૂતકાળમાં રાજ્ય શિક્ષણ બોર્ડના અધિકારી તરીકે ફરજ બચાવી છે. ખેડૂતોના પ્રશ્નોને ન્યાય આપવા માટે તેઓ હંમેશા અગ્રેસર રહે છે. પરંતુ તેમણે વર્ષ 2019 માં ધોરાજીથી અને વર્ષ 2022 માં તેમણે પોરબંદરની હારનો સામનો કર્યો છે.
પોરબંદરના લોકો માટે કેન્દ્રીય સાંસદ નવો ચહેરો છે
તેમને જ્યારે Conclave ની શરૂઆતમાં પોરબંદરમાં કોંગ્રેસની જીતનું ગણિત અને ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયાને સવાલા પૂછવામાં આવ્યા હતા. તો કોંગ્રેસ લોકસભા બેઠકના ઉમેદવાર લલિત વસોયાએ જણાવ્યું હતું કે, પોરબંદરમાં કાઠી, દરબાર, મેયર અને આહિક સમાજના લોકોની વસ્તી વધારે છે. ત્યારે અહીંયા ચૂંટણી જીતવી હોય તો પહેલા ગ્રાઉન્ડ લેવલે નિરીક્ષણ કરવું જોઈએ. ત્યારે સાંસદ ડૉ. મનસુખ માંડવિયા માટે પોરબંદર લોકસભા મતવિસ્તાર અજાણ્યો છે. મારા વિસ્તારની તાસીર છે કે સ્થાનિક ઉમેદવારને તેઓ ચાહે છે.
કોંગ્રેસને જીત મેળવવા 1 લાખ 36 હજાર વોટની જરૂર
તો તેમણે કોંગ્રેસની જીતના ગણિત વિશે કહ્યું હતું કે, પોરબંદરમાં કુલ 7 વિધાનસભાના મતવિસ્તાર બેઠકો આવેલી છે. તે બેઠકોના મતનો સરવાળો કરીએ તો 59,238 મત કોંગ્રેસ અને આપ પાર્ટીને એ વિસ્તારમાં ભાજપ કરતા વધુ કોંગ્રેસને વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં મળ્યા હતા. તો વિવિધ સમાજના લોકોના મતનો સરવાળો કરવામાં આવે તો 1 લાખ 36 હજાર વોટ છે. ત્યારે કોંગ્રેસ તો લોકસભા ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે 1 લાખ 20 હજાર મતની જ જરૂર છે. જે પણ ભૂલો મારાથી વર્ષ 2022 માં થઈ હતી તેને ધ્યાનમાં રાખીને આ વખતે જીતની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે.
ઘરે કોઈ મહેમાન આવે તો તેમને પ્લાસ્ટિકની ખૂરથી પર બેસાડું
તો જ્યારે Gujarat First દ્વારા તેમને પૂછવામાં આવ્યું કે, વગર પૈસે ચૂંટણી લડવાની અને જીત બતાવાની આ તો કેવી રાજનીતિ છે. આ રાજનીતિ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું હતુ કે, દરેક મતવિસ્તારમાં સ્થિતિ અલગ હોય છે, જે આપણે બધા સારી રીતે જાણીયે છીએ. તો કોઈપણ ચૂંટણી પૈસાથી નથી જીતી શકાતી, પરંતુ ચૂંટણી જીતવા માટે સાધનો ખોડ પૂરી કરવા માટે પૈસાની જરૂર પડે છે. ત્યારે મેં લોકો પાસેથી પૈસા માગ્યા છે. તો 19,700 લોકોએ મને રૂ. 10 થી લઈને રૂ. 100 સુધી રૂપિયાનું દાન કર્યું છે. તો હજુ પણ હું મારા ગામ વિસ્તારમાં જાવ ત્યારે લોકો મને ચૂંટણી ફાળો આપે છે. આટલા વર્ષથી હું રાજકારણમાં છું મેં આજદીન સુધી મારા ઘરે કલર કરાયો નથી. આજે પણ ઘરે કોઈ મહેમાન આવે તો તેમને પ્લાસ્ટિકની ખૂરથી પર બેસાડું છું. આંયા તો દેખાડવાના અને ચાવવાના અલગ જેવું કાંઈ નથી હોં.... તો તેમણે Gujarat First ના માધ્યમથી કોઈ પણ રાજકીય પાર્ટીના ઉમેદવારને ચેલેન્જ આપ્યું હતું કે, પોરબંદરમાં આવેલા કુલ 1026 ગામઓ પૈકી કોઈપણ એક ગામડુ તે પસંદ કરે અને બંને પાર્ટીના નેતા ગામમાં જઈએ. ત્યારે જોઈએ કે ગામના લોકો કોનું ઉમળકા ભેર સ્વાગત કરેશે.
રમેશ ધડુક ડૉ. મનસુખ માંડવિયા કરતા યોગ્ય નેતા પોરબંદર માટે
કોંગ્રેસ લોકસભા ઉમેદવાર લલિત વસોયા સાથે આગળ વાતચીતમાં રમેશ ધડુકને ચર્ચા કરાઈ હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે હું Gujarat First ના માધ્યમથી કહીશ કે રમેશભાઈ ગુજરાતમાં સૌથી વધારે ગ્રાઉન્ડ લેવલ પર એક્ટિવ નેતા હતા. તો તેની સામે એ પણ સત્ય છે કે તેમણે તેમના કાર્યાકાલ દરમિયાન એકપણ માછીમારીની જપ્ત કરેલી બોટ છોડાવી શક્યા નથી. પરંતુ રમેશભાઈ ડૉ. મનસુખ માંડવિયા કરતા પોરબંદર લોકસભાની બેઠક માટે યોગ્ય નેતા હતા. અને જો ભાજપે આ વખતે રમેશ ધડુકને ટિકિટ આપી હોત, તો હું લલિત વસોયા માત્ર હાર માટે લોકસભા ચૂંટણી 2024 માં ઉમેદવારી નોંધાવી હોત.
આ પણ વાંચો: Gujarat First Conclave 2024: બીતી હુઇ બાતે ક્યું કરતે હો..? આવું કેમ કહ્યું ?