Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat First Conclave 2024: ઉત્તર ગુજરાતમાં ભાજપ સંગઠન વિખવાદનો અંત લાવશે..?

Gujarat First Conclave 2024: લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024’ મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિશેષ ગુજરાતી મીડિયા કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા ભાજપ...
07:56 PM May 03, 2024 IST | Aviraj Bagda
Gujarat First Conclave 2024, Mehsana

Gujarat First Conclave 2024: લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024’ મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિશેષ ગુજરાતી મીડિયા કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર અને ધારાસભ્ય મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

તો મહેસાણા ભાજપ કોંગ્રેસ પ્રમુખ ગિરીશ રાજગોરની રાજકીય સફરની વાત કરીએ તો, હાલમાં તેઓ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ગિરીશ રાજગોર ફરજ નિભાવે છે. તેઓ મહેસાણા જિલ્લા પાલિકાના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ તેમના પિતાની આંગળી પકડીને રાજકારણમાં દાખલ થયા હતા. તેની સાથે તેઓ જિલ્લા પ્રમુખ પદ પર રહીને વિકાસના કાર્ય કરી રહ્યા છે.

આ પણ વાંચો: Gujarat First Conclave 2024 : નીતિન પટેલ ક્ષત્રિય આંદોલન વિશે શું બોલી ગયા ?

તો ધારાસભ્ય મુકેશ પટેલ ઉત્તર મહેસાણાના મુખ્ય ભાજપના નેતા પૈકીમાંના એક ગણવામાં આવે છે. તે ઉપરાંત જ્યારે તેઓ ભાજપમાં પહેલીવાર જોડાયા હતા. ત્યારબાદ તેમના સમયે વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ તરીકે જિલ્લાના વિકાસમાં અગ્રણી તરીકે કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Gujarat First Conclave 2024: જે લોકો કોંગ્રેસમાંથી નીકળી ગયા છે, તેનાથી કોંગ્રેસ પાર્ટી ક્લીન થઈ છે

ત્યારે આ બંને નેતાઓ Gujarat First Conclave 2024 ના માધ્યમથી મહેસાણા જિલ્લામાં કેવા પ્રકારનો ચૂંટણી માહોલ સર્જાયો છે તેના વિશે જણાવ્યું હતું. કે કેવી રીતે મહેસાણા જિલ્લાના લોકોમાં ભાજપને પ્રેમ જોવા મળે છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 10 વર્ષની અંદર ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દિવસે અને દિવસે વિકાસના કામો સિદ્ધ કરવામાં આવે છે. મહેસાણામાં જિલ્લામાં ભાજપની લોકસભા ચૂંટણી 2024 માં જીત પાક્કી છે.

આ પણ વાંચો: Gujarat First Conclave 2024: ગુજરાત ફર્સ્ટના મંચ પર સી. જે. ચાવડા અને ઇન્દ્રવિજયસિંહ આવ્યા આમને-સામને

Tags :
BJPBJP Lok Sabha CandidateElectionGujaratGujarat BJPGujarat FirstGujarat First ConclaveLok-Sabha-electionMehsanaMEHSANA BJPVIKAS
Next Article