Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat First Conclave 2024: ઉત્તર ગુજરાત સહીત બનાસકાંઠામાં મહિલાઓ કયા પક્ષ સાથે રહેશે?

Gujarat First Conclave 2024: લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024’ મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિશેષ ગુજરાતી મીડિયા કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ મહિલા...
gujarat first conclave 2024  ઉત્તર ગુજરાત સહીત બનાસકાંઠામાં મહિલાઓ કયા પક્ષ સાથે રહેશે

Gujarat First Conclave 2024: લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024’ મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિશેષ ગુજરાતી મીડિયા કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ મહિલા મોરચાના યુવા નેતા ગીતા પટેલ અને ભાજ પ્રદેશ સહ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

કોંગ્રેસ નેતા ગીતા પટેલના રાજકીય સફરની વાત કરીએ તો, ગુજરાતમાં મહિલા કોંગ્રેસ નેતા અનામત માટે લાંબા સમયથી આંદોલન સાથે જોડાઈ રહ્યા અને અનામત આંદોલન સમિતિમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. વર્ષ 2019 માં અમદાવદ પૂર્વ લોકસભા બેઠક પરથી તેઓ લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. તો બીજી તરફ હાલમાં પ્રદેશ ભાજપ પ્રવક્તા તરીકે રહેલા શ્રદ્ધા રાજપૂત આ પહેલા પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. જોકે મૂળ તેઓ અમેઠીના છે.

આ પણ વાંચો: Gujarat First Conclave 2024: ઉત્તર ગુજરાતમાં ભાજપ સંગઠન વિખવાદનો અંત લાવશે..?

Advertisement

દેશમાં હાથરસની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે

આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ મહિલા મોરચાન અધ્યક્ષ ગીતા પટેલ દ્વારા ભાજના નેતાઓ પર આકરા પ્રહારો સાથે અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભાજપના સાશન કાળ દરમિયાન દેશમાં હાથરસની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાજપ સરકાર સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિ મહિલાનું અવાર-નવાર જાહેરમાં અપમાન કરતા હોય છે. અનેક ભાજપના નેતા દ્વારા મહિલાના હાથરસના વીડિયો બનાવી તેમને બ્લેક મેઈલ કરવામાં આવે છે.

આ પણ વાંચો: Gujarat First Conclave 2024 : નીતિન પટેલ ક્ષત્રિય આંદોલન વિશે શું બોલી ગયા ?

Advertisement

દેશમાં ન્યાય સ્થાપિત કરવાનું કાર્ય કરે છે

આ નિવેદનના ઉત્તરમાં ભાજપ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે કહ્યું હતું કે, ભાજપ સરકાર મહિલા ઉત્પીડનની ઘટનામાં રાજનીતિને બાજુ પર મૂકી મહિલાને ન્યાય અપાવવાનું કાર્ય કરે છે. આપણે ગુજરાતની જ વાત કરીએ છેલ્લા 10 વર્ષની અંદર તમામ મહિલા ઉત્પીડનના આરોપીઓને જેલના સળગીની પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. અને ભાજપ સરકાર હંમેશા મહિલા સાથે થતા અન્યાયમાં રાજનીતિ નહીં, દેશમાં ન્યાય સ્થાપિત કરવાનું કાર્ય કરે છે.

આ પણ વાંચો: Gujarat First Conclave 2024: જે લોકો કોંગ્રેસમાંથી નીકળી ગયા છે, તેનાથી કોંગ્રેસ પાર્ટી ક્લીન થઈ છે

Tags :
Advertisement

.