Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat First Conclave 2024: ઉત્તર ગુજરાતના ગામડાઓનો વિકાસ ક્યારે?

Gujarat First Conclave 2024: લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024’ મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિશેષ ગુજરાતી મીડિયા કાર્યક્રમમાં યુવા નેતા તરીકે...
12:06 AM May 04, 2024 IST | Aviraj Bagda
Gujarat First Conclave 2024, Mehsana

Gujarat First Conclave 2024: લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024’ મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિશેષ ગુજરાતી મીડિયા કાર્યક્રમમાં યુવા નેતા તરીકે બહુચરાજી તાલુકાના ભાજપ પ્રમુખ અને બહુરાજીના પૂર્વ સરપંચ દેવાંગ પંડ્યા, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષા પટેલ અને મહેસાણામાં બાંધ કમિટિના અધ્યક્ષ મયુર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

યુવા નેતા અને મહેસાણા જિલ્લા પંચાયતમાં બાંધકામના પ્રમુખ મયુર પટેલે કહ્યું હતું કે, મહેસાણાએ 10 વર્ષની અંદર બુલેટ ટ્રેનની ઝટપે વિકાસ કર્યો છે. તે ઉપરાંત મારૂતિનો પ્લાન્ટ પણ મહેસાણાના બહુચરાજીમાં આવેલો છે. જેના કારણે મહેસાણા જિલ્લામાં હજારો લોકોને રોજગારી મળી રહી છે. તે ઉપરાંત અન્ય નાની-મોટી 400 જેટલી કંપનીઓ પોતાના ઉદ્યોગોની સ્થાપના કરી છે. જેના કારણે આગામી દિવસોમાં પણ વધુમાં વધુ લોકોને રોજગારી મળી રહેશે અને જિલ્લાનો વિકાસ અવિરત સાબિત થશે.

આ પણ વાંચો: Gujarat First Conclave 2024: ઉત્તર ગુજરાતના રાજકારણ પર મહાપંચાયત

મહેસાણા દૂધ સાગર ડેરીનો વિકાસ સાર્થક બન્યો

તો બહુચરાજી તાલુકાના ભાજપ પ્રમુખ અને બહુરાજીના પૂર્વ સરપંચ દેવાંગ પંડ્યા જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં વિપક્ષ દ્વારા જમીન કૌભાંડના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. તે તદ્દન ખોડા છે. કારણ કે... જે રીત ગૌચર અને માલધારી પોતાના પશુ-પાલનનો પણ વિકાસ કરી રહ્યા છે. મહેસાણામાં માલધારી સમાજ થકી જ મહેસાણા દૂધ સાગર ડેરીનો વિકાસ સાર્થક બન્યો છે.

આ પણ વાંચો: Gujarat First Conclave 2024: ઉત્તર ગુજરાતમાં પાટીદારો આપશે કોંગ્રેસને મત? જુઓ સૌથી મોટી ચર્ચા

પ્રાથમિક જરૂરિયાતોનો વધારેમાં વધારે લાભ આપવામાં આવે

તે ઉપરાંત મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષા પટેલ નિવેદન આપતા કહ્યું હતું કે, મહેસાણા જિલ્લા પંચાયતમાં તમામ લોકો સાથે મળીને કામ કરે છે. દરેક નાગરિકોની સમસ્યાને વહેલી તકે ઉકેલ લાવી શકાય, તે રીતે જિલ્લા અધિકારીઓ દ્વારા કામ કરવામાં આવે છે. તે ઉપરાંત રાજધાની ફાઉન્ટેશન દ્વારા જિલ્લા સ્તરે બાળકોનું શિક્ષણ, મહિલા આરોગ્ય અને ગરીબ લોકોને પ્રાથમિક જરૂરિયાતોનો વધારેમાં વધારે લાભા આપવામાં આવે છે.

આ પણ વાંચો: Gujarat First Conclave 2024: ક્ષત્રિય આંદોલન પર બલવંતસિંહ રાજપૂતે પહેલીવાર તોડ્યું મૌન

Tags :
BJPBJP Lok Sabha CandidateCongressElectionGujaratGujarat BJPGujarat FirstGujarat First ConclaveLok-Sabha-electionMehsanaMEHSANA BJPNorth GujaratVIKAS
Next Article