Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat First Conclave 2024: ગુજરાત ફર્સ્ટના મંચ પર સી. જે. ચાવડા અને ઇન્દ્રવિજયસિંહ આવ્યા આમને-સામને

Gujarat First Conclave 2024: લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024’ મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિશેષ ગુજરાતી મીડિયા કાર્યક્રમમાં ભાજપના વીજાપપૂરથી પેટા...
gujarat first conclave 2024  ગુજરાત ફર્સ્ટના મંચ પર સી  જે  ચાવડા અને ઇન્દ્રવિજયસિંહ આવ્યા આમને સામને

Gujarat First Conclave 2024: લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024’ મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિશેષ ગુજરાતી મીડિયા કાર્યક્રમમાં ભાજપના વીજાપપૂરથી પેટા ચૂંટણીના ઉમેદવાર સી જે ચાવડા અને યુવા નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ભાજપ નેતા અને વીજાપુર પેટા ચૂંટણીના ઉમેદવાર સી જે પટેલની રાજકીય સફરની વાત કરીએ તો તેવો સામાજિક મોભી છે. સમગ્ર ગુજરાતમાં નેતા અને પ્રવક્તા તથા સરળ-સૌમ્ય અભિવ્યક્તિ ધરાવતા સી જે ચાવડા છે. ભૂતકાળમાં તેઓ ગુજરાત સરકારની અંદર મોટા અધિકારી તરીકે ફરજ નિભાવતા હતા. ત્યાર બાદ તેઓ નિયુક્ત તથા સૌ પ્રથમ કોંગ્રેસ સાથે હાથ મિલાવીને રાજનીતિમાં પ્રથમ પગલું માંડ્યું અને વીજાપુર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. પરંતુ હાલમાં, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કેસરિયો ધારણ કર્યો છે.

આ પણ વાંચો: MLA Alpesh Thakor: ઉત્તર ગુજરાતના તારણહાર બનીને વડાપ્રધાન મોદી વ્યારે આવ્યા હતા

Advertisement

2002 માં ગુજરાત NSUIના પ્રમુખ બન્યા હતા

તો યુવા નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિસની વાત કરીએ તો, કોંગ્રેસના યુવા નેતા અને કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલના જૂથનો દબદબો જોવા મળ્યો છે. ઇન્દ્રવિજયસિંહ ગોહિલે 1997થી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIમાં ઝંપલાવ્યું હતું. 2002 માં ગુજરાત NSUIના પ્રમુખ બન્યા હતા.2005માં ગુજરાત યુનિવર્સીટીની ચૂંટણીમાં NSUI ને ભવ્ય વિજય અપાવી હતી.2009 માં કોંગ્રેસમાં શરૂ થયેલ યુથ કોંગ્રેસ માટેની ચૂંટણી લડીને યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા.આમ 7 વર્ષ NSUI અને 3 વર્ષ યુથ કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા.2022 માં જ તેમને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Gujarat First Conclave 2024 : ક્ષત્રિય આંદોલન, નિતિન પટેલ અંગે BJP ઉમેદવાર હરિભાઈ પટેલે શું કહ્યું ?

Advertisement

ઉત્તર ગુજરાત કોંગ્રેસનું ગઢ કહેવામાં આવતું હતું

આ બંને નેતાઓ દ્વારા Gujarat First Conclave 2024 ના માધ્યમથી લોકભા ચૂંટણી 2024 માં પોતાની પાર્ટીની રણનીતિ અને વિકાશીલ માપદંડો વિશે ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત બંને નેતા દ્વારા એકબીજાની પાર્ટી પર આકરા પ્રહારો કરવાની સાથે પાર્ટીની ખામીઓ ગણાવી હતી. ત્યારે એક તરફ એવું માનવામાં આવે છે ઉત્તર ગુજરાત કોંગ્રેસનું ગઢ માનવામાં આવે છે. પરંતુ લોકસભા ચૂંટણી 2024 ના આગમન પહેલા ઉત્તર ગુજરાતમાંથી કોંગ્રેસના નેતા કેસરિયો ધારણ કરી બેઠા હતા. તો બીજી તરફ ક્ષત્રિય સમાજના વિરોધના વંટોળ પર ઉત્તર ગુજરાતમાં જોવા મળી છે, જેથી ભાજપની જીત શંકા પેદા થવી કોઈ નવી વાત નહીં સાબિત થાય.

આ પણ વાંચો: MLA Dhavalsinh Zala: સાબરકાંઠામાં વિવાદ અને રૂપાલા પર ધવલસિંહ ઝાલાએ તોડ્યું મૌન

Tags :
Advertisement

.