ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat First Conclave 2024: ક્ષત્રિય આંદોલન પર બલવંતસિંહ રાજપૂતે પહેલીવાર તોડ્યું મૌન

Gujarat First Conclave 2024: લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024’ મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિશેષ ગુજરાતી મીડિયા કાર્યક્રમમાં ગુજરાતના કેબિનેટ મંત્રી...
09:58 PM May 03, 2024 IST | Aviraj Bagda
Gujarat First Conclave 2024, Mehsana

Gujarat First Conclave 2024: લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024’ મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિશેષ ગુજરાતી મીડિયા કાર્યક્રમમાં ગુજરાતના કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.

તો કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો, તેઓ સમાજિક સ્તરે વિવિધ ગતિવિધિઓમાં સૌથી મોખેરે જોવા મળે છે. આ નેતા 90 ના દશકાથી રાજનીતિ સ્તરે સક્રિય છે. સહકારી બેંક અને એપીએમસીમાં પ્રમુખ પદ પર રહીને અનેક વિકાસના કાર્યો કર્યા છે. રાજકારણી હોવાની સાથે તેઓ એક સફળ ઉદ્યાગપતિ પણ છે.

આ પણ વાંચો: Gujarat First Conclave 2024: ઉત્તર ગુજરાત સહીત બનાસકાંઠામાં મહિલાઓ કયા પક્ષ સાથે રહેશે?

વડપ્રધાન નરેન્દ્ર મોદી ભારત સહિત વિશ્વ સ્તરે લોકપ્રિય અભિવ્યક્તિ

ત્યારે તેમણે આ કાર્યક્રમના માધ્યમથી કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય બવલંતસિંહએ જણાવ્યું હતું કે, આ વખતે ભાજપ ચોક્કસથી ગુજરાત સહિલ દેશમાં કેસરિયો લહેરાવશે. તેની સાથે 400 પાર નારાને પણ પૂર્ણ કરશે. મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના તામાન લોકો ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફેણમાં છે. તે ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વની નજર આ લોકસભા ચૂંટણી 2024 પર છે. કારણ કે... વડપ્રધાન નરેન્દ્ર મોદી ભારત સહિત વિશ્વ સ્તરે લોકપ્રિય અભિવ્યક્તિ છે.

આ પણ વાંચો: Gujarat First Conclave 2024: ઉત્તર ગુજરાતમાં ભાજપ સંગઠન વિખવાદનો અંત લાવશે..?

ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને...

તેમણે આ નિવેદન ક્ષત્રિય સમાજને ટાંકીને કહ્યું હતું. કારણ કે... ક્ષત્રિય સમાજ દ્વારા એક નિવેદને લઈ જે રીતે ભાજપ પાર્ટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તે તાર્કિક રીતે અયોગ્ય છે. ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની માફીનો સ્વીકાર કરી લેવો જોઈએ. ભાજપને સાથ આપીને ક્ષત્રિય સમાજે ભારતના વિકાસમાં સહભાગી થવું જોઈએ.

આ પણ વાંચો: Gujarat First Conclave 2024 : નીતિન પટેલ ક્ષત્રિય આંદોલન વિશે શું બોલી ગયા ?

Tags :
BJPBJP Lok Sabha CandidateElectionGujaratGujarat BJPGujarat FirstGujarat First ConclaveLok-Sabha-electionMehsanaMEHSANA BJPVIKAS
Next Article