Palanpur: કેમ પાલનપુરમાં પાલિકામાં મેન્ડેડ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી ?
અહેવાલ - સચિન શેખલીયા
બનાસકાંઠાના પાલનપુરમાં ચેરમેન પદ પર મેન્ડેડ અધિકારીઓની નિમણૂક
બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં ચૂંટણી થયા બાદ પાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનની ટર્મ પૂરી થતાં નવા સભ્યોની વરણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા ચેરમેનોના મેન્ડેડ ફાળવ્યા હતા. તેથી મેન્ડેડને આધારે નવા ચેરમેનોની નિમણૂક કરવામાં આવી છે.
વિરોધ પક્ષ દ્વારા સભામાં વિરોધ શરું કરવામાં આવ્યો હતો
તે ઉપરાંત પાલિકાના કર્મચારીઓના લઘુતમ વેતન ધારા હેઠળના પ્રશ્નોને લઈ સભામાં ચર્ચાઓ કરાઈ હતી. જેમાં પ્રમુખ સ્થાનેથી ચર્ચાએલા કર્મચારીઓના મુદ્દાને લઈ વિરોધ પક્ષે વિરોધ નોંધાવ્યો હતો. તેનું મુખ્ય કારણ પાલિકામાં વર્ષોથી કામ કરી રહેલા કર્મચારીઓને નિકાળી નવા કર્મચારીઓના નિમણૂક વિરોધ નોંધાવ્યો હતો.
વિરોધ પક્ષના ક્યાં અધિકારીઓએ લગાવ્યા આક્ષેપો ?
જો કે, કર્મચારીઓના લઘુત્તમ વેતન ધારા મુદ્દાને લઈ વિપક્ષ નેતા અંકિતાબેન ઠાકોરે પાલિકા પર આંકરા પ્રહારો કર્યા હતાં. તેની સાથે પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી એ વિપક્ષ નેતાના આક્ષેપોને ફગાવ્યા હતા અને કહ્યું કે કર્મચારીનો મુદ્દો સરકાર સ્તર પર થવાનો છે.