Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Result 2024 : UP માં શું રંધાઈ રહ્યું છે ? પૂર્વ CM વિજય રૂપાણી જણાવી અંદરની વાત!

 Result 2024 : દેશનું એક મહત્વનું રાજ્ય પંજાબમાં કૂલ 13 પૈકી ભાજપને સમ ખાવા પુરતી એક બેઠક પણ મળી નથી. જ્યારે કોંગ્રેસને સૌથી વધારે 7 બેઠકો તથા ઈ.ડી.એ જેની ભ્રષ્ટાચારના ગુનામાં ધરપકડ કરી તે કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીને પણ...
11:51 AM Jun 06, 2024 IST | Hiren Dave

 Result 2024 : દેશનું એક મહત્વનું રાજ્ય પંજાબમાં કૂલ 13 પૈકી ભાજપને સમ ખાવા પુરતી એક બેઠક પણ મળી નથી. જ્યારે કોંગ્રેસને સૌથી વધારે 7 બેઠકો તથા ઈ.ડી.એ જેની ભ્રષ્ટાચારના ગુનામાં ધરપકડ કરી તે કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીને પણ પંજાબના મતદારોએ 3 બેઠક પર વિજય અપાવ્યો છે. ત્યારે પંજાબમાં ભાજપના પ્રભારી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani)ને આ અંગે પુછતા જણાવ્યું કે પંજાબમાં ભાજપ વિરુધ્ધ ખેડૂતોનો રોષ હતો, સરકાર સામે કિસાન આંદોલન ચાલી રહ્યું છે, પંજાબમાં આમ પણ ભાજપને જીતવું મુશ્કેલ જ હતું, કેટલાક ગામોમાં તો ખેડૂતો ભાજપને પ્રવેશવા પણ દેતા ન્હોતા જે કારણે ત્યાં એક પણ બેઠક મળી નથી.

 

ઉત્તરપ્રદેશમાં પક્ષ માટે કોઈ મોટો પ્રોબ્લેમ છે

જે UP ભાજપને જંગી મતો આપીને બહુમતી પાર લઈ જતું હતું તે જ યુપીમાં આ વખતે જબરદસ્ત ખેલ થઈ ગયો અને ભાજપ બહુમતીથી છેટે રહી ગયું. અયોધ્યામાં રામ મંદિર બન્યું તે જ સીટ પર ભાજપ હાર્યું. યુપીમાં NDA ને માત્ર 36 બેઠકો અને સૌથી વધુ ઈન્ડિયા ગઠબંધન અને એમા પણ સમાજવાદી પાર્ટી 32 સીટોના વધારા સાથે કુલ 37 સીટો લઈ ગઈ. સમાજવાદી પાર્ટી આ વખતે ચૂંટણીમાં દેશભરમાં ભાજપ, કોંગ્રેસ બાદ ત્રીજી સૌથી વધુ સીટો જીતનારી પાર્ટી બની છે. આ કારમા પરાજય પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં પક્ષ માટે કોઈ મોટી સમસ્યા છે, પરંતુ હાલ કશું કહી શકાય નહીં, થોડા દિવસોમાં તે જાણી શકાશે.

 

ગુજરાતમાં ક્લીન સ્વીપને બદલે એક બેઠક ગુમાવી

ભાજપને સમગ્ર દેશમાં બહુમતિ મળી નથી. જ્યારે વારંવાર 400 પારની વાતો થતી હતી. તે અંગે રૂપાણીએ કહ્યું કે ભાજપ દિલ્હીમાં સાતેય બેઠકો મળી તો મુંબઈમાં જ માત્ર એક બેઠક મળી, ઉત્તરપ્રદેશમાં મોટું નુક્શાન ગયું. ગુજરાતમાં ક્લીન સ્વીપને બદલે એક બેઠક ગુમાવી. ત્યારે એકંદરે આ પરિણામ ભાજપ માટે આશ્ચર્યજનક છે, આવું કોઈએ ધાર્યું ન્હોતું. ચૂંટણી પૂર્વે 400 પારનોં નારો તો મોવડી મંડળે ઉપરથી સમગ્ર દેશમાં આપ્યો હતો.

 

આવો લક્ષ્યાંક આપવાની જરૂર જ ન્હોતી

ગુજરાતમાં પાંચ લાખની લીડનું સપનું સાકાર નથી થયું અને સૌરાષ્ટ્ર- કચ્છની આઠ બેઠકમાંથી તો એક પણ બેઠક પર પાંચ લાખની લીડ મળી નથી. તે અંગે તેમણે ઉમેર્યું કે 'પ્રદેશ ભાજપ પ્રમુખે પાંચ લાખની લીડનો લક્ષ્યાંક કાર્યકરોને આપ્યો હતો પરંતુ, આવો લક્ષ્યાંક આપવાની જરૂર જ ન્હોતી. કારણ કે અતિ ઉંચો લક્ષ્યાંક અપાયતો તેની સાથે વાસ્તવિક પરિણામની સરખામણી થતી હોય છે.'

આ પણ  વાંચો - Ganiben Thakor : “પાવર સ્ટેશન એક જ હોવાથી રાજકીય રીતે અન્યાય..”

આ પણ  વાંચો - Rajkot GameZone : અમને ખબર છે ક્યાં શું ચાલી રહ્યું છે ? બીજી દુર્ઘટના બને એ પહેલાં કાર્યવાહી કરશો ? : HC

આ પણ  વાંચો - Ahmedabad RathYatra : 1100 જવાનોનું પેટ્રોલિંગ, 3D મેપિંગ, AI, 1500 CCTV, આ વખતે આવી છે તૈયારીઓ!

Tags :
BJPGujarat FirstGujarati NewsIndia NewsLok Sabha Election 2024NarendraModi3.0pm narendra modiResult 2024Up NewsUttar PradeshVijay Rupani
Next Article