Weather : હાડ થીજવતી ઠંડીથી ઠુંઠવાતા લોકો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે કરી આ આગાહી
ગુજરાતમાં છેલ્લા અમુક દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે. હાડ થીજવતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા છે. કેટલાક જિલ્લાઓમાં ઠંડીના કારણે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ (Weather) રહેતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે ઠંડીથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર છે. ઠંડીને લઇને હવામાન વિભાગે મહત્ત્વની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા મુજબ, આવનારા દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર ઘટી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આવનારા દિવસોમાં વાતાવરણ (Weather) ડ્રાય રહેવાની સંભાવના છે. આથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. ઠંડીમાં ઘટાડો થતા લોકોને રાહત મળી શકે છે. તાપમાનની વાત કરીએ તો નલિયામાં (Naliya) સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 11.8 ડિગ્રી તાપમાન અને અમદાવાદમાં (Ahmedabad) 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ભુજની (Bhuj) વાત કરીએ તો ત્યાં તાપમાન 13 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજકોટ 12 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરમાં 31 ડિગ્રી જ્યારે બરોડમાં તાપમાન (Weather) 13 ડિગ્રી સુધી નોંધાયું છે. ઠંડીના કારણે ગાઢ ધુમ્મસ છવાતા કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે. જ્યારે કેટલીક ટ્રેનોના શેડ્યૂલમાં ફેરફાર કરાયો છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતા અનેક ફ્લાઈટ્સ કરાઈ રદ્દ તો અનેક ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Varachha : સ્કૂલના ગેટ પાસે વિદ્યાર્થિની સાથે શારિરીક અડપલાં કરતા નરાધમ યુવકને શિક્ષકોએ પાઠ ભણાવ્યો!
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ