ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Weather Forecast : ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! અહીં સિવિયર હિટવેવની આગાહી, વાંચો અહેવાલ

Weather Forecast : રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. બપોરના સમયે મોટા ભાગના રોડ રસ્તાઓ સુમસામ જોવા મળે છે. જ્યારે સાંજના સમયે પણ તાપમાન સામાન્ય કરતા વધુ રહેતા લોકો બફારા સાથે ગરમીનો અનુભવ કરે છે. હવામાન વિભાગ...
11:32 AM May 01, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

Weather Forecast : રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. બપોરના સમયે મોટા ભાગના રોડ રસ્તાઓ સુમસામ જોવા મળે છે. જ્યારે સાંજના સમયે પણ તાપમાન સામાન્ય કરતા વધુ રહેતા લોકો બફારા સાથે ગરમીનો અનુભવ કરે છે. હવામાન વિભાગ દ્વારા અગાઉ હિટવેવની (Heatwave) આગાહી કરવામાં આવી હતી. ત્યારે હવે ફરી એકવાર હવામાન વિભાગે (Meteorological Department) હિટવેવની આગાહી કરી છે, જે મુજબ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, દીવ અને કચ્છમાં હિટવેવની આગાહી છે. દીવમાં સિવિયર હિટવેવની આગાહી કરવામાં આવી છે.

દીવમાં સિવિયર હિટવેવની આગાહી

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ, આગામી દિવસોમાં પણ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. સૌરાષ્ટ્રમાં (Saurashtra) આગામી 5 દિવસ સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે દીવમાં (Diu) સિવિયર હિટવેવની સંભાવના છે. કચ્છમાં (Kutch) પણ આગામી બે દિવસ સુધી હિટવેવ હાહાકાર મચાવી શકે છે. હવામાન વિભાગે (Weather Forecast) જણાવ્યું કે, અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં (Gandhinagar) તાપમાનમાં હજી વધુ વધારો થઈ શકે છે. 3 મે બાદ ગરમીમાં 2 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતાઓ છે.

જાણો કયાં કેટલું તાપમાન ?

રાજ્યમાં હાલ મોટાભાગના જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉપર નોંધાયો છે. રાજકોટમાં (Rajkot) ગરમીનો પારો 42.0 ડિગ્રી, ગાંધીનગરમાં તાપમાન 40.7 ડિગ્રી, અમદાવાદમાં 40.6 ડિગ્રી, અમરેલીમાં 40.4 ડિગ્રી, વડોદરામાં (Vadodara) 40.4 ડિગ્રી, ભુજમાં 40.3 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. જ્યારે સુરતમાં (Surat) 39.4 ડિગ્રી, ડીસામાં 38.9 ડિગ્રી, પોરબંદરમાં 37.6 ડિગ્રી અને નલિયામાં 37.0 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે.

 

આ પણ વાંચો - Gujarat Weather : મતદાનના દિવસે રાજ્યમાં હીટવેવની સંભાવના, હવામાન નિષ્ણાતની આગાહી

આ પણ વાંચો - VADODARA : ધોમધખતી ગરમી વચ્ચે વરસાદી ઝાપટુ રાહત લઇને આવ્યું

આ પણ વાંચો - GUJARAT : થઈ જાઓ સાવધાન! ગુજરાતમાં ગરમી બોલાવશે ભુકકા

Tags :
AhmedabadDiu and KutchGandhinagarGujarati NewsheatwaveMeteorological DepartmentRAJKOTSaurashtraSummerSuratTemperatureWeather Forecast Gujarat Firstweather report
Next Article