Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Weather: રાજ્યમાં ઠંડીનો ચમકારો, જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી

Weather : ગુજરાતમાં ઠંડી( Cold )વધી રહી છે. જેમાં નલિયામાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. તેમાં 8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તેમજ રાજકોટમાં 11 ડિગ્રી, ડિસામાં 12 ડિગ્રી કેશોદ અને કંડલામાં 13 ડિગ્રી તાપમાન તથા...
weather  રાજ્યમાં ઠંડીનો ચમકારો  જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી

Weather : ગુજરાતમાં ઠંડી( Cold )વધી રહી છે. જેમાં નલિયામાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. તેમાં 8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તેમજ રાજકોટમાં 11 ડિગ્રી, ડિસામાં 12 ડિગ્રી કેશોદ અને કંડલામાં 13 ડિગ્રી તાપમાન તથા પાટનગર ગાંધીનગરમાં તાપમાન 14 ડિગ્રી રહ્યું છે. હવામાન ( Weather )નિષ્ણાત અંબાલાલ પટેલે  (Ambalal Patel)પણ આગાહી કરી છે કે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે

Advertisement

.

અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયુ

Advertisement

સુરેન્દ્રનગર અને ભુજમાં તાપમાન 14 ડિગ્રી સાથે અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ઉત્તરથી આવતા પવનોને કારણે હાલ સમગ્ર ગુજરાતમાં ઠંડી વધી ગઇ છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર છેક ગુજરાત સુધી થઈ રહી છે. જેના કારણે હાલ ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે. પરંતુ આ માહોલ બહુ લાંબો સમય નહિ રહે. જલ્દી જ ગુજરાતમાં ગરમીના દિવસો આવી જશે. ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે હવે ગરમીની આગાહી શરૂ થઈ ગઈ છે. મોસમ ધીરે ધીરે બદલાશે અને ગુજરાતમાં ગરમી અનુભવાશે.

Advertisement

ગુજરાતમાં જલ્દી જ ગરમી આવશે

જો તમે ગરમીની રાહ જોઈ રહ્યા છો તો હરખાવા જેવા સમાચાર એ છે કે, ગરમી હવે બહુ દૂર નથી. ગુજરાતમાં જલ્દી જ ગરમી આવશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે  (Ambalal Patel)પણ આગાહી કરી છે કે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે. આ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. 15થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે. ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરુઆત થઈ હોય તેવું લાગશે. 19થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે.

આ  પણ  વાંચો- Aastha Train: સુરતથી અયોધ્યા જવા નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક થયો પથ્થરમારો

Tags :
Advertisement

.