Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Visa Fraud : વડોદરાના યુવક પાસેથી અમદાવાદના એજન્ટે રૂ.14.45 લાખ પડાવ્યા, આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

રાજ્યમાં વિદેશ મોકલવાના નામે અનેક એજન્ટો દ્વારા લોકો સાથે ઠગાઈ (Visa Fraud) કરી હોવાના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. ત્યારે હવે વધુ એક એવો બનાવ સામે આવ્યો છે. વડોદરાના (Vadodara) એક યુવકને અમદાવાદના (Ahmedabad) એજન્ટ દ્વારા વિદેશ જવાના નામે...
12:46 PM Mar 12, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

રાજ્યમાં વિદેશ મોકલવાના નામે અનેક એજન્ટો દ્વારા લોકો સાથે ઠગાઈ (Visa Fraud) કરી હોવાના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. ત્યારે હવે વધુ એક એવો બનાવ સામે આવ્યો છે. વડોદરાના (Vadodara) એક યુવકને અમદાવાદના (Ahmedabad) એજન્ટ દ્વારા વિદેશ જવાના નામે રૂ.14.45 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. અમદાવાદના એજન્ટ દ્વારા વડોદરાના યુવકને કોઈ પણ સ્ટેમ્પ વગરનાં વિઝાનાં ડોક્યૂમેન્ટ મોકલતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ મામલે ખોખરા પોલીસે (Khokhra Police) ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના (Vadodara) એક યુવકની સાથે અમદાવાદના (Ahmedabad) એજન્ટે ઠગાઈ આચરી છે. આરોપી એજન્ટ સૌરભ મધુવર્ષીનીએ (Saurabh Madhuvarshini) વડોદરાના ધ્રવુ પટેલ નામના યુવકને કેનેડા મોકલવાના નામે રૂપિયા 14 લાખ 45 હજારની ઠગાઈ આચરી હતી. આ કેસમાં દિલ્લી અને કોલકાત્તાના એજન્ટની પણ સંડોવણી ખુલતા પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીએ કોલકાત્તામાં રહેતા રોહિત નામના એજન્ટ સાથે મળીને વડોદરાના ધ્રુવ પટેલ પાસેથી રૂપિયા પડાવ્યા હતા. આરોપીએ કેનેડા, ન્યુઝિલેન્ડ અને UAE ના વર્ક પરમિટના બનાવટી કોલ લેટર મોકલીને ધ્રુવ પટેલ પાસેથી પૈસા લીધા હતા. એજન્ટ સૌરભ ખોખરા વિસ્તારમાં વિઝા કન્સલ્ટન્સીના નામે અનેક લોકો સાથે ઠગાઈ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે.

આરોપી સૌરભ મધુવર્ષી વિરુદ્ધ જમીન છેતરપિંડી અને વિઝાનાં નામે ઠગાઈના અનેક ફરિયાદ થઈ છે. આ કેસમાં ધ્રુવ પટેલ (Dhruv Patel) નામનો 23 વર્ષીય યુવક વડોદરામાં પરિવાર સાથે રહે છે. ડિપ્લોમા પૂર્ણ કર્યા બાદ તે વિદેશ જવાના સપના સેવી રહ્યો હતો. દરમિયાન, ધ્રુવ પટેલ વડોદરામાં સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) ગયો હતો, ત્યાં તેની મુલાકાત શૈલેષભાઈ પટેલ નામની એક વ્યક્તિ સાથે થઈ હતી અને તેના સંપર્કથી સાલ 2023 માં સૌરભના પરિચયમાં આવ્યો હતો. શરૂઆતમાં ધ્રુવે પોતે યુકે જવાની ઈચ્છા દર્શાવી હતી. પરંતુ, ઠગ સૌરભે યુકેમાં હાલ વર્ક વિઝા નથી મળતાં તેમ કહીને કેનેડામાં (Canada) વર્ક વિઝા મળી જશે તેમ કહીને ધ્રુવને વાતોમાં ભોળવી દીધો હતો.

સૌજન્ય : Google

કોલકત્તા અને દિલ્હીના એજન્ટોના નામ સામે આવ્યા

ધ્રુવ પટેલે કેનેડા જવા તૈયારી બતાવી હતી. બાદમાં આરોપીએ કેનેડા મોકલી આપવા માટે રૂ.12 લાખ માગ્યા હતા. ધ્રૂવ પટેલે પિતાના એકાઉન્ટમાંથી વર્ષ 2023 ના જૂન મહિનામાં 75 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યાર બાદ અલગ-અલગ લોકોના એકાઉન્ટ નંબર આપીને સૌરભે અને તેના સાથીએ ભેગા મળીને વર્ષ 2023 ના ડિસેમ્બર મહિના સુધીમાં રૂ. 14 લાખ 45 હજાર કઢાવી લીધા હતા. બાદમાં કોઈપણ જાતના સ્ટેમ્પિંગ વિનાનો પાસપોર્ટ બંનેએ કુરિયર મારફતે મોકલી આપતા ભાંડો ફૂટ્યો હતો. હાલ, આ કેસમાં ખોખરા પોલીસે (Khokhra Police) આરોપીની ધરપકડ કરીને વધુ તાપસ હાથ ધરી છે. બીજી તરફ, આ કૌભાંડમાં કોલકાતામાં (Kolkata) રહેતા રોહિત કુમાર નામના એજન્ટનું પણ નામ સામે આવ્યું છે. કોલકતા અને દિલ્હીના (Delhi) એજન્ટોના કનેક્શનને લઈને ખોખરા પોલીસે આરોપી સૌરભના 10 દિવસનાં રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

અહેવાલ : પ્રદીપ કાછિયા

 

આ પણ વાંચો - છોટાઉદેપુર : તાલુકા પંચાયતની નરેગા શાખામાં સામાન્ય પ્રજાના કામો ન થતા હોવાના આક્ષેપ

આ પણ વાંચો - VADODARA : 70 વર્ષ જૂની નલિકામાં ભંગાણ થતા પાણી માટે રાહ જોવી પડશે

આ પણ વાંચો - Dwarka : કલ્યાણપુરમાં ધતિંગબાજ બાબાનો પર્દાફાશ, વિજ્ઞાન જાથાએ ખોલી દીધી પોલ

 

Tags :
AhmedabadCanada VisaDelhiGujarat FirstGujarati NewsKhokhra PoliceKolkataNew ZealandSaurabh MadhuvarshiniUAEVadodaraVadodara to CanadaVisa Fraudwork permits visa
Next Article