Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vapi : ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રેલવે ટ્રેક પર ચઢી, સામેથી આવી ટ્રેન અને પછી...

વાપીમાંથી (Vapi) હચમચાવે એવી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. એક કાર રેલવેના પાટા પણ ચડી ગઈ હતી. ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રેલવે ટ્રેક (railway track) પર ચડી ગઈ હતી. અડધી રાતે બનેલા આ બનાવના થોડા સમય બાદ જ...
vapi   ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રેલવે ટ્રેક પર ચઢી  સામેથી આવી ટ્રેન અને પછી

વાપીમાંથી (Vapi) હચમચાવે એવી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. એક કાર રેલવેના પાટા પણ ચડી ગઈ હતી. ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રેલવે ટ્રેક (railway track) પર ચડી ગઈ હતી. અડધી રાતે બનેલા આ બનાવના થોડા સમય બાદ જ એક ટ્રેન પણ સામેથી આવી હતી. જો કે, સમય સૂચકતા વાપરીને ટ્રેનને કારથી થોડે દૂર થંભાવી હતી. ત્યાર બાદ કારને ટ્રેક પરથી હટાવી લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ ઇજા કે જાનહાનિ થઈ નહોતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

Advertisement

ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રેલવે પાટા પર ચડી

માહિતી મુજબ, વાપીના (Vapi) બલીઠા ફાટક નજીક એક કાર રેલવે ટ્રેક (railway track) પર ચઢી ગઈ હતી. કારચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રેલવેના પાટા પર ચડી ગઈ હતી. આ ઘટનાને કારણે અડધી રાત્રે રેલવે વિભાગ (railway department) દોડતું થયું હતું. જ્યારે આ બનાવના થોડા સમયમાં જ એક ટ્રેન પણ સામે આવી ગઈ હતી. જો કે, સમય સૂચકતા વાપરીને રેલવે કર્મચારીઓએ ટ્રેનના ડ્રાઇવરને ટ્રેક પર કાર ચઢી ગઈ હોવાની જાણ કરી હતી આથી ટ્રેનને કારથી થોડે દૂર રોકી લેવામાં આવી હતી.

સમય સૂચકતા વાપરીને ટ્રેનને કારથી થોડે દૂર થંભાવી

ત્ચાર બાદ રેવલે કર્મચારી અને સ્થાનિક લોકોની મદદથી કારને રેલવે ટ્રેક પરથી હટાવી લેવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ નહોતી અને કારચાલકનો પણ આબાદ બચાવ થયો હતો. કારને સમયસર પાટા પરથી હટાવી દેતા રેલવે તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો અને મોટી દુર્ઘટના પણ ટળી હતી.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : દીકરીને વારંવાર હેરાન કરતા જમાઇનું સસરાએ જ ઢીમ ઢાળી દીધું

Advertisement

આ પણ વાંચો - Morbi : વાઘપર ગામે ધૂણતા ધૂણતા અચાનક ભુવાજી ઢળી પડ્યા, થયું મોત

આ પણ વાંચો - Amreli : વૃક્ષ કાપનારા કોઈ હત્યારાથી ઓછા નથી! BJP અગ્રણીનો આક્રોશ

Tags :
Advertisement

.