Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valsad : વલસાડમાં વાતાવરણ પલટો, ભારે વરસાદથી પતરાના શેડ ઉડ્યા

Valsad : રાજ્યમાં ભર ઉનાળે હવામાન વિભાગે (Meteorological Department)વરસાદની (Rain forecast)આગાહી કરી છે ત્યારે વલસાડ (Valsad) જિલ્લામાં વાતાવરણાં પલટો જોવા મળ્યો છે. કપરાડાનાં સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વાદળછાયા (overcast)વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે. જોકે કેરીના પાકને નુકસાન...
valsad   વલસાડમાં વાતાવરણ પલટો  ભારે વરસાદથી પતરાના શેડ ઉડ્યા

Valsad : રાજ્યમાં ભર ઉનાળે હવામાન વિભાગે (Meteorological Department)વરસાદની (Rain forecast)આગાહી કરી છે ત્યારે વલસાડ (Valsad) જિલ્લામાં વાતાવરણાં પલટો જોવા મળ્યો છે. કપરાડાનાં સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વાદળછાયા (overcast)વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે. જોકે કેરીના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા(Farmers worry) વ્યાપી છે. આ પહેલા જ હવામાન વિભાગે જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. હજુ પણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની શક્યતા છે. કપરાડા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. કપરાડાના હુડા ગામે કરા સાથે વરસાદ પડ્યો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક (cloudy weather)પ્રસરી ગઈ છે. કપરાડાના અનેક ગામોમાં વરસાદની શરૂઆત થઈ છે.

Advertisement

વલસાડના  વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

વલસાડના કપરાડા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. હુડા, ગિરનારા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. કરા સાથે વરસાદથી કેરીના પાકને નુકસાનની શક્યતા છે. ગિરનારા ગામમાં આવેલી આશ્રમશાળાનાં પતરા ઉડ્યા હતા. વેદાંત આશ્રમ શાળાનાં પતરાનો શેડ ઉડ્યો છે. 15 જેટલા વૃક્ષો પણ ધરાશાયી અને વીજ પોલને પણ નુકસાનના સમાચાર છે.

Advertisement

રાજ્યમાં અમુક જિલ્લામાં ચાર દિવસ જોવા મળશે વરસાદી માહોલ. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર,આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છુટા છવાયા વરસાદની આગાહી છે. 14 મે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરતમાં અમુક સ્થળોમાં ગાજવીજ સાથે છૂટા છવાયા વરસાદની આગાહી છે. 15 મેના રોજ બનાસકાંઠા, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. 16 મે માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકે ફુકાઈ શકે છે.

આ પણ  વાંચો  - weather Forecast : આજે આ જિલ્લાઓમાં પડશે વરસાદ! જાણો હવામાન વિભાગની આગાહી વિશે

Advertisement

આ પણ  વાંચો  - NAVSARI: દાંડી દરિયાની દુર્ઘટનામાં 4 લોકોના મૃતદેહ મળ્યા, પરિવારમાં શોકનો માહોલ

આ પણ  વાંચો  - સરકારે ફાળવેલી જમીનના હેતુફેર અંગે ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો

Tags :
Advertisement

.