ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Valsad : માત્ર રૂ. 600 માં બોગસ સરકારી દસ્તાવેજો બનાવતાં મસમોટા રેકેટનો પર્દાફાશ, 3 ઝડપાયા

વલસાડ (Valsad) જિલ્લામાં બોગસ સરકારી દસ્તાવેજો અને ઓળખપત્રો બનાવી આપવાનાં એક મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે. વલસાડ SOG પોલીસને (Valsad SOG Police) મળેલી આ મહત્ત્વની સફળતામાં 3 આરોપીઓને ધબોચી તેમની પાસેથી અસંખ્ય બોગસ પ્રમાણપત્રો અને દસ્તાવેજો મળી આવ્યા છે. જો...
11:47 PM Mar 22, 2024 IST | Vipul Sen

વલસાડ (Valsad) જિલ્લામાં બોગસ સરકારી દસ્તાવેજો અને ઓળખપત્રો બનાવી આપવાનાં એક મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે. વલસાડ SOG પોલીસને (Valsad SOG Police) મળેલી આ મહત્ત્વની સફળતામાં 3 આરોપીઓને ધબોચી તેમની પાસેથી અસંખ્ય બોગસ પ્રમાણપત્રો અને દસ્તાવેજો મળી આવ્યા છે. જો કે, ચોંકાવનાર વાત એ છે કે ત્રણ અલગ-અલગ રાજ્યોના ત્રણેય આરોપીઓ એક સ્ટુડિયોની આડમાં આવા બોગસ દસ્તાવેજો (bogus documents) બનાવતા હોવાનું બહાર આવ્યું હતું. માત્ર 600 રૂપિયામાં જ આરોપીઓ અતિ મહત્ત્વના સરકારી દસ્તાવેજો બનાવી આપતા હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઇ હતી.

મળતી માહિતી મુજબ, વલસાડ (Valsad) જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં વલસાડ SOG પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વાપીના (Vapi) ચણોદ ગામમાં આવેલા એક સ્ટુડિયોમાં દરોડાની કાર્યવાહી કરી હતી. આ રેડ દરમિયાન સ્ટુડિયોમાંથી મનીષ રામલાલ સેન, અબ્દુલ્લા મોહમ્મદ સલીમખાન, કાલંદીચરણ રમેશચંદ્ર સામલ નામના ઇસમો મળી આવ્યા હતા. ત્યારબાદ સ્ટુડિયોમાં તપાસ કરતા પોલીસ ચોકી ગઈ હતી, કારણ કે આ સ્ટુડિયોમાં ફોટાની જગ્યાએ અનેક લોકોનાં નામનાં અસંખ્ય સરકારી દસ્તાવેજો અને ઓળખપત્રો જેમ કે, જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ (Aadhaar Card), ઇલેક્શન કાર્ડ (Election Card) અને પાનકાર્ડ મળી આવ્યા હતા. આથી પોલીસે આ ત્રણેય આરોપીઓની અટકાયત કરી હતી.

ઝડપાયેલા 3 આરોપી

સ્ટુડિયોની આડમાં બોગસ દસ્તાવેજો અને ઓળખપત્રો બનાવતા

પોલીસ તપાસમાં આરોપીઓ દ્વારા આ સ્ટુડિયોની આડમાં બોગસ દસ્તાવેજો અને ઓળખપત્રો બનાવવામાં આવતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આથી એક મસમોટું રેકેટ બહાર આવતા પોલીસે તેને ગંભીરતાથી લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસ મુજબ, આરોપી મનીષ રામલાલ સેન જે મૂળ રાજસ્થાનનો (Rajasthan) રહેવાસી છે અને આ સ્ટુડિયોનો માલિક છે. જ્યારે કાલંદીચરણ રમેશચંદ્ર સામલ જે મૂળ ઓડિશાનો (Orissa) રહેવાસી છે અને આ સ્ટુડિયોમાં નોકરી કરતો હતો. અન્ય આરોપી અબ્દુલ્લા મોહમ્મદ સલીમખાન જે દમણની એક જાણીતી બેન્કમાં આધાર કાર્ડનું કામ કરતો હતો. આમ ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને રાજસ્થાનના આ ત્રણ અલગ-અલગ રાજ્યના આરોપીઓ મળી સ્ટુડિયોની આડમાં અત્યંત મહત્ત્વના સરકારી ઓળખપત્રો અને દસ્તાવેજો બનાવતા હતા.

સ્ટુડિયો પર પોલીસના દરોડા

કુલ 92,450 નો મુદ્દામાલ કબજે કરાયો

પોલીસે સ્થળ પરથી દસ્તાવેજો બનાવવામાં ઉપયોગમાં આવતા અનેક ઇલેક્ટ્રોનિક સાધનો, 3 મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા મળી કુલ 92,450 નો મુદ્દામાલ કબજે કરી સઘન તપાસ હાથ ધરી છે. આરોપીઓ આવા બોગસ દસ્તાવેજો કોને બનાવી આપતા હતા ? અને તેનો શું ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો ? તે અંગે પણ અનેક સવાલો ઊભા થતા પોલીસે હવે તે મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો - Morbi Honey Trap Case: મોટા ઉદ્યોગપતિઓને આ રીતે ફસાવતા હતા, Honey Trapના જાળમાં

આ પણ વાંચો - VADODARA : UP માં ગ્રામ પંચાયત માટે 1000 વાહનોનો બનાવટી ઓર્ડર પકડાવી ઠગાઇ

આ પણ વાંચો - Rajkot : લિવ ઇન પાર્ટનરે જ કરી પ્રેમિકાની હત્યા, આરોપીની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા!

Tags :
Aadhaar Cardbogus government documentsCrime Newselection cardGujarat FirstGujarati NewsorissaRajasthanstudioUttar PradeshValsadValsad SOG Police
Next Article