Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : સેલ્ફ ડ્રાઇવ કાર ભાડે લઇ ગઠિયો માલિક બની બેઠો

VADODARA : વડોદરા (VADODARA) માં ઓળખના બોગસ (BOGUS IDENDITY CARD) પુરાવા આપીને શખ્સ સેલ્ફ ડ્રાઇવીંગ કાર (SELF DRIVING CAR) લઇને નાસી છુટ્યો હોવાની ઘટના સામે આવી છે. કાર લઇ ગયા બાદ શખ્સ પાસે પૈસાની માંગણી કરતા તે બહાના બનાવે છે,...
02:29 PM Mar 27, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં ઓળખના બોગસ (BOGUS IDENDITY CARD) પુરાવા આપીને શખ્સ સેલ્ફ ડ્રાઇવીંગ કાર (SELF DRIVING CAR) લઇને નાસી છુટ્યો હોવાની ઘટના સામે આવી છે. કાર લઇ ગયા બાદ શખ્સ પાસે પૈસાની માંગણી કરતા તે બહાના બનાવે છે, અને એક સમય પછી તેનો ફોન બંધ થઇ જાય છે. ત્યાર બાદ તે કારનું જીપીએસ પણ ઓફ કરી દે છે. જે બાદ તેની ઓળખના પુરાવાના આધારે સંપર્ક કરાતા તમામ બોગસ હોવાની પુષ્ટી થાય છે. આખરે સમગ્ર મામલે હરણી પોલીસ મથક (HARNI POLICE STATION) માં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવે છે.

બે દિવસનું એડવાન્સ ભાડું આપવાની વાત

હરણી પોલીસ મથકમાં આયુષ શિવકુમાર અગ્રવાલ (રહે. શબગીરી સોસાયટી, અકોટા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ સેલ્ફ ડ્રાઇવ કારની કંપનીમાં નોકરી કરે છે. જેનું કાઉન્ટર હરણી એરપોર્ટ ગ્રાઉન્ડ પાસે છે. 6 માર્ચે સાંજે એક શખ્સ આવીને 15 દિવસ માટે કાર ભાડે જોઇતી હોવાનું જણાવે છે. જેથી તેને એડવાન્સનું જણાવતા તે બે દિવસનું એડવાન્સ ભાડું આપવાની વાત કરે છે. અને બાકીનું પાછળથી એક્સટેન્ડ કરવાનું જણાવે છે. આખરે શખ્સ તેના આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ આપ્યું હતું. આધાર કાર્ડમાં શખ્સનું નામ પરમાર જિતસિંહ ધનાભાઇ (રહે. પંચમહાલ) હતું. શખ્સે ભાડાના રૂ. 504. ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.

તેણે કારનું જીપીએસ પણ બંધ કરી દીધું

જે બાદ બે દિવસ વિતી જતા એક્સટેન્શનને લઇને શખ્સને ફોન પર જાણ કરવામાં આવી હતી. સામે તેણે જણાવ્યું કે, એક કલાકમાં ખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ જશે. જે બાદ વધુ એક વખત ફોન કરતા તેણે ઉપાડ્યો ન્હોતો. અને આખરમાં તેને મોબાઇલ સ્વિચ ઓફ થઇ ગયો હતો. જે બાદ તેણે કારનું જીપીએસ પણ બંધ કરી દીધું હતું. કારનું આખરી લોકેશન રાજસ્થાનનું બાડમેર આવતું હતું.

ઓળખના બોગસ પુરાવા હોવાનું મળી આવ્યું

જે બાદ સેલ્ફ ડ્રાઇવ કાર આપતી કંપનીના માણસો દ્વારા શખ્સે આપેલા આધાર પુરાવા પર લખેલા નંબર પર ફોન કરવામાં આવે છે. જેમાં સામે વાળી વ્યક્તિની ઓળખના બોગસ પુરાવા હોવાનું મળી આવે છે. આખરે ખોટા પુરાવા આપી સેલ્ફ કાર લઇ જનાર શખ્સ સામે હરણી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -- VADODARA : MSU ની પોલીટેકનીક કોલેજનું વાતાવરણ ડહોળાતા ABVP મેદાને

Tags :
boguscarcardcaughtDrivingidentityInvestigationpoliceselftheftUnderwayVadodara
Next Article