Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં સિંગરે ગ્રાન્ડ સિમ્ફની સાથે પરફોર્મ કરી મન મોહ્યા

VADODARA : તાજેતરમાં ગોવા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (NARENDRA MODI) ની ઉપસ્થિતિમા ઇન્ડિયન એનર્જી વીક (INDIA ENERGY WEEK 2024) ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૧૨૦ દેશોમાંથી ૩૫૦૦૦ જેટલાં મેહમાન આવ્યાં હતાં. જે કાર્યક્રમમાં પંડિત જસરાજ ફાઉન્ડેશન દ્વારા ઉર્જા શિર્ષક...
vadodara   આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં સિંગરે ગ્રાન્ડ સિમ્ફની સાથે પરફોર્મ કરી મન મોહ્યા

VADODARA : તાજેતરમાં ગોવા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (NARENDRA MODI) ની ઉપસ્થિતિમા ઇન્ડિયન એનર્જી વીક (INDIA ENERGY WEEK 2024) ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૧૨૦ દેશોમાંથી ૩૫૦૦૦ જેટલાં મેહમાન આવ્યાં હતાં. જે કાર્યક્રમમાં પંડિત જસરાજ ફાઉન્ડેશન દ્વારા ઉર્જા શિર્ષક હેઠળ ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના ગાયક મહર્ષિ પંડયાએ 100 થી વધારે સંગીતકારની ગ્રાન્ડ સિમ્ફની સાથે ગુજરાતની ગરવી સંસ્કૃતિની ઝલક આપતા મોર બની થનગાટ કરે જેવા લોક ગીત ગાઇને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ તથા મહાનુભાવોને મંત્રમુગ્ધ કર્યા હતા.

Advertisement

આજના જમાના પ્રમાણે રજુ કરીને ગુજરાતી સંગીતને જીવંત કર્યું

કાર્યક્રમમાં દુર્ગા જસરાજ, આનંદ શર્મા તથા દીપક પંડિત સાથે દેશના ખૂણે ખૂણેથી પ્રસિદ્ધ સંગીતકારો આવ્યા હતા. આ સાથે મહર્ષિ પંડયાએ શહેરમાં એક ગુલદસ્તો ગીત મઢયો નામના કાર્યક્રમમાં પ્રભાતિયાં, લોકગીત, સુગમ સંગીત, શાસ્ત્રીય ગઝલ, જુના તથા અર્બન ફિલ્મી ગીતો અને ગરબા ગાયા હતા. આ કાર્યક્રમમાં ગાયક મહર્ષિ પંડયાને પરાગી અમર, ધ્યેય અને ધ્યુતિ વછરાજાની અને માર્ગી હાથીએ સંગત આપી હતી. ગાયકોએ ગુજરાતી સંસ્કૃતિ તથા સંગીતને નવા અને આજના જમાના પ્રમાણે રજુ કરીને ગુજરાતી સંગીતને જીવંત કર્યું હતું.

વાઈબ્રન્ટ ગુજરાતમાં પરંપરાગત સંગીતને પીરસીને ઉપસ્થિતોને મોહિત કર્યા હતા

છેલ્લા 30 થી વધુ વર્ષથી ગુજરાત અને ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ગુજરાતી સંગીતને જીવંત રાખી રહેલા વડોદરાના ગાયક સનત પંડ્યાના પુત્ર મહર્ષિ પંડ્યાએ પિતાના સંગીતના વારસાને આગળ ધપાવતા તાજેતરમાં યોજાયેલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટના અંતિમ દિવસે પરંપરાગત ગુજરાતી સંગીતને પીરસીને ઉપસ્થિતોને મોહિત કર્યા હતા. સારેગામા ફેમ મહર્ષિ પંડ્યા વડોદરા અને ગુજરાત સાથે દેશ અને વિદેશમાં આપણા ભવ્ય વારસા સમાન ગરબાને લોકો સુધી પહોંચાડવા માટે વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો કરે છે તે નોંધવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ખીસ્સામાં યુરોપિયન પાઉન્ડ અને બેગો ભરેલો સામાન લઇ બ્રિટિશ નાગરિક રોડ પર આવી ગયો !

Advertisement
Tags :
Advertisement

.