Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મહી નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

VADODARA POLICE : વડોદરા (VADODARA) ના યુવકનો મૃતદેહ મહી નદી (MAHI RIVER) માંથી મળી આવ્યો છે. મૃતદેહ નજીકથી તેનું એક્ટીવા પણ પોલીસને મળ્યું છે. તેના પરથી તેની ઓળખ વડોદરાના પાર્થ પટેલ તરીકે કરવામાં આવી છે. સમગ્ર મામલે આંકલાવ પોલીસે (POLICE)...
vadodara   મહી નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

VADODARA POLICE : વડોદરા (VADODARA) ના યુવકનો મૃતદેહ મહી નદી (MAHI RIVER) માંથી મળી આવ્યો છે. મૃતદેહ નજીકથી તેનું એક્ટીવા પણ પોલીસને મળ્યું છે. તેના પરથી તેની ઓળખ વડોદરાના પાર્થ પટેલ તરીકે કરવામાં આવી છે. સમગ્ર મામલે આંકલાવ પોલીસે (POLICE) ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નજીકથી યુવકનું એક્ટીવા પોલીસને મળ્યું

વડોદરાના યુવકનો આંકલાવ પોલીસ મથક વિસ્તારના  ઉમેટા પાસેની મહી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. યુવકની ઓળખ વડોદરાના પાર્થ પટેલ તરીકે કરવામાં આવી છે. મૃતદેહ મળ્યાના સ્થળ નજીકથી યુવકનું એક્ટીવા પણ પોલીસને મળી આવ્યું છે. જેના આધારે તેની ઓળખ કરવામાં આવી છે. એક તરફ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ પરિજનોએ સ્થળ પર પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવવા તજવીજ હાથ ધરી છે.

અગાઉ પત્નીએ ગંભીર આરોપો મુક્યા હતા

સુત્રો જણાવે છે કે, પાર્થ પટેલ ભાજપનો કાર્યકર છે. અને તેને વોર્ડ નં. 18 નો હોદ્દેદાર પણ છે. અગાઉ પાર્થ પટેલની પત્ની દ્વારા તેની સામે હાથ ઉઠાવ્યા હોવાના ગંભીર આરોપો મુક્યા હતા. બંને વચ્ચેના મામલે ઘરમાં પાર્થે તેની પત્ની પર હાથ ઉપાડ્યો હોવાનું આરોપ પણ મુકાયો હતો. જે બાદ મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો. તેમની પત્નીએ તેમ પણ જણાવ્યું હતું કે, લાંબા સમયથી બંને વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. જો કે, તે બાદ આજે પાર્થ પટેલના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. જેને કારણે પરિવારમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

Advertisement

પાણીનું સ્તર છીછરૂં હોવાનું જાણવા મળ્ચું

બીજી તરફ સુત્રો જણાવે છે કે, પાર્થ પટેલનો જે સ્થળેથી મૃતદેહ મળી આવ્યો છે, ત્યાં પાણીનું સ્તર છીછરૂં છે. જે આ ઘટના સામે અનેક સવાલો ખડા કરે તેવું છે. જેને લઇને આ મામલાની તપાસ કરતી પોલીસ દ્વારા આ આત્મહત્યા છે કે પછી હત્યા, બે મુદ્દાઓને ધ્યાને રાખીને તપાસ આગળ વધારવામાં આવી રહી છે. જો કે, આ મામલે પોલીસની ઝીણવટભરી તપાસના અંતે જ વધુ સ્પષ્ટતા સામે આવશે.

આ પણ વાંચો --  VADODARA : બાગના સ્લાઇડીંગમાં ફસાઇ જતા પગની આંગળી કપાઇ

Advertisement

આ પણ વાંચો-----Visa Fraud : વડોદરાના યુવક પાસેથી અમદાવાદના એજન્ટે રૂ.14.45 લાખ પડાવ્યા, આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

Tags :
Advertisement

.