Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માહીએ ચિત્તાની ઝડપે રાજપક્ષેને કર્યો રનઆઉટ, 2016 T20 વર્લ્ડ કપ યાદ અપાવ્યો

IPL 2022ની 11મી મેચમાં ફેન્સને ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોનીનો વિન્ટેજ અવતાર જોવા મળ્યો હતો. માહીએ જે રીતે પંજાબ કિંગ્સના બેટ્સમેન ભાનુકા રાજપક્ષેને રનઆઉટ કર્યો, તેણે ચાહકોને જૂના માહીની યાદ અપાવી દીધી. માહીના આ રન આઉટનો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇ્સ બનાવી રહ્યો છે.આ ઘટના પંજાબ કિંગ્સની ઇનિંગની બીજી ઓવરમાં બની હતી જ્યારે રાજપક્ષે જોર્ડનની ઓવરના બીજા બોલને ટેપ કરીને દોડ્યો હતà
માહીએ ચિત્તાની ઝડપે રાજપક્ષેને કર્યો રનઆઉટ  2016 t20 વર્લ્ડ કપ યાદ અપાવ્યો
IPL 2022ની 11મી મેચમાં ફેન્સને ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોનીનો વિન્ટેજ અવતાર જોવા મળ્યો હતો. માહીએ જે રીતે પંજાબ કિંગ્સના બેટ્સમેન ભાનુકા રાજપક્ષેને રનઆઉટ કર્યો, તેણે ચાહકોને જૂના માહીની યાદ અપાવી દીધી. માહીના આ રન આઉટનો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇ્સ બનાવી રહ્યો છે.
આ ઘટના પંજાબ કિંગ્સની ઇનિંગની બીજી ઓવરમાં બની હતી જ્યારે રાજપક્ષે જોર્ડનની ઓવરના બીજા બોલને ટેપ કરીને દોડ્યો હતો પરંતુ ધવને તેને અડધી પિચ પર આવી પાછો મોકલી દીધો હતો. જોર્ડને બોલ પકડ્યો અને સીધો હિટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ મિસ થઇ ગયો અને પછી વીજળીની ઝડપે ધોની કવર માટે દોડ્યો અને બોલને કેચ કરીને સ્ટમ્પ પર માર્યો. 40 વર્ષીય એમએસ ધોની તેની શાનદાર ફિટનેસ માટે જાણીતો છે. રનઆઉટ કરતા સમયે ધોની વિકેટથી ઘણો દૂર હતો. તેમ છતાં એમએસ ધોની રન આઉટ કરવા માટે દોડ્યો હતો. ભાગીને ધોનીએ બોલ પકડ્યો અને કૂદકો મારીને બોલ સ્ટમ્પ પર મારી દીધો. જેના કારણે ભાનુકાને કોઈ તક મળી ન હતી અને તે રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.
Advertisement

ઉલ્લેખનીય છે કે, એમએસ ધોની જે રીતે રાજપક્ષેને આઉટ કર્યો તે જોઈને બધાને 2016નો T20 વર્લ્ડ કપ યાદ આવી ગયો. બાંગ્લાદેશ સામેની કરો અથવા મરો મેચમાં એમએસ ધોનીએ મુસ્તાફિઝુર રહેમાનને રનઆઉટ કરવા માટે વિકેટ પાછળ દોડીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. તે મેચમાં બાંગ્લાદેશ લગભગ જીતી ગયું હતું. તે મેચમાં ભારતે 7 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા. 

જવાબમાં બાંગ્લાદેશે 19મી ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 136 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં જ્યારે બાંગ્લાદેશને જીતવા માટે બે બોલમાં બે રનની જરૂર હતી ત્યારે ધોનીએ રહેમાનને આઉટ કર્યો હતો. ધોનીના આ કારનામાને કારણે ભારતે મેચ એક રનથી જીતી લીધી હતી.
Advertisement
Tags :
Advertisement

.