Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : 70 વર્ષ જૂની નલિકામાં ભંગાણ થતા પાણી માટે રાહ જોવી પડશે

VADODARA AJWA SAROVAR : વડોદરા (VADODARA) પાલિકા હસ્તકના આજવા સરોવર (AJWA SAROVAR) નિમેટા મથક સુધી પાણી પહોંચાડતી આશરે 70 વર્ષ જૂની નલિકામાં ભંગાણ સર્જાયું છે. જેને લઇને આજે શહેરના અનેક વિસ્તારોમાં સવાર અને સાંજે નિયત સમય અને નિયત દબાણ કરતા...
vadodara   70 વર્ષ જૂની નલિકામાં ભંગાણ થતા પાણી માટે રાહ જોવી પડશે

VADODARA AJWA SAROVAR : વડોદરા (VADODARA) પાલિકા હસ્તકના આજવા સરોવર (AJWA SAROVAR) નિમેટા મથક સુધી પાણી પહોંચાડતી આશરે 70 વર્ષ જૂની નલિકામાં ભંગાણ સર્જાયું છે. જેને લઇને આજે શહેરના અનેક વિસ્તારોમાં સવાર અને સાંજે નિયત સમય અને નિયત દબાણ કરતા ઓછું પાણી મળશે. જેથી આજે પાણી માટે રાહ જોવી પડે તેવી સ્થિતીનું સર્જન થયું છે.

Advertisement

900 મીમી વ્યાસની નલિકામાં રવાલ ગામે પાસે ભંગાણ

વડોદરા પાલિકા (VMC)  હસ્તકના આજવા સરોવર ખાતેથી પાણીને નિમેટા ખાતે આવેલા શુદ્ધીકરણ મથક સુધી પાઇપલાઇન મારફતે લઇ જવામાં આવે છે. આ પરિવહન કરતી નલિકા 70 વર્ષ જૂની હોવાનો અંદાજ છે. આજે 900 મીમી વ્યાસની નલિકામાં રવાલ ગામે પાસે ભંગાણ સર્જાતા શહેરના અનેક વિસ્તારોમાં પાણીની મોકાણ સર્જાય તેવી સ્થિતીનું સર્જન થયું છે. પાણીની નલિકામાં ભંગાણને લઇને નિમેટા મથકમાં પાણીનો પુરવઠો ઓછઓ પહોંચ્યો છે. જેને લઇને શહેરના પુર્વ તથા દક્ષિણ વિસ્તારમાં પાણી નિયત સમય અને નિયત દબાણ કરતા ઓછું મળશે.

સવાર અને સાંજના સમયે તેની અસર વર્તાશે

પાણીની નલિકામાં ભંગાણની અસર શહેરના સયાજીપુરા, પાણીગેટ, નાલંદા, બાપોદ, ગાજરાવાડી, કપુરાઇ પાણીની ટાંકી, સોમાતલાવ, મહાનગર, મહેશનગર, નંદધામ, અને સંખેડા દશાલાડ બુસ્ટર ખાતેથી વિતરણ થનારા વિસ્તારોમાં પડશે. આજે સવાર અને સાંજના સમયે તેની અસર વર્તાશે તેમ જાણવી મળી રહ્યું છે. ભંગાણ સર્જાયાનું ધ્યાને આવતા પાલિકાના તંત્ર દ્વારા તાબડતોબ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને જલ્દીમાં જલ્દી કામ પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. 13, માર્ચથી પાણીનું વિતરણ રાબેતા મુજબ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

Advertisement

વડોદરા પાસે બે મુખ્ય સ્ત્રોત ઉપલબ્ધ

આમ, શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆત વચ્ચે એક દિવસ માટે શહેરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાશે. વડોદરા પાસે આજવા સરોવર અને મહિસાગર નદી આમ પાણીના બે મુખ્ય સ્ત્રોત ઉપલબ્ધ છે. જેમાંથી કોઇ એક સ્ત્રોતથી આવતા પાણી મામલે કોઇ અવ્યવસ્થા સર્જાય તો તેની મોટી અસર શહેરીજનો પર જોવા મળતી હોય છે. વડોદરા પાસે જરૂરીયાત મુજબનો પાણીના સ્ત્રોત ઉપલબ્ધ હોવાથી ઉનાળાના સમયે પણ પાણીની બુમો ઓછી પડતી જોવા મળે છે.

Advertisement

આ પણ વાંચો -- TAPI : કોંગ્રેસ છોડી જનારા નેતાઓ પર MLA ડૉ. તુષાર ચૌધરીનો કટાક્ષ! કહ્યું – શ્રીરામ માટે BJPમાં જવાની શું જરૂર છે..?

Tags :
Advertisement

.