VADODARA : પાણીજન્ય રોગોએ માથુ ઉંચક્યું, જાણો તબિબની સલાહ
VADODARA : હાલ રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. ત્યારે લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા, છાશ-લસ્સી, શેરડીનો રસ વધુ પ્રમાણમાં પી રહ્યા છે. ત્યારે આજે તબિબ દ્વારા લોકોને ખાસ કરીને શેરડીના રસને લઇને ચેતવવામાં આવ્યા છે. શેરડીના રસમાં મેળવાતો બરફ અથવા તેના ગ્લાસની સાફસફાઇ યોગ્ય રીતે ન થાય તો તમે પાણીજન્ય રોગોના શિકાર થઇ શકો છો. હાલ વડોદરામાં પાણીજન્ય રોગો માથું ઉંચકી રહ્યા હોય ત્યારે તબિબની સલાહ સૌ કોઇએ અનુસરવી જોઇએ.
દર્દીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો
વડોદરામાં રેકોર્ડ બ્રેક ગરમી વધવાની સાથે પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. પહેલા 100 ની સામે હાલ 150 દર્દીઓ ઓપીડીમાં આવતા હોવાનું ચેપી રોગના દવાખાનાના તબિબ જણાવી રહ્યા છે. એટલે કે દર્દીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. ત્યારે તબિબ દ્વારા ખાસ કરીને ગરમીથી બચવા માટે લોકો જે ઠંડા પદાર્થોનું સેવન કરે છે, તેને લઇને ખાસ ચેતવવામાં આવ્યા છે.
અશુદ્ધ પાણી વપરાતુ હોય
ડો. પ્રિતેષ શાહ જણાવે છે કે, આપણે ત્યાં મે, જુનમાં દર્દીઓ વધુ આવે છે, ખુલ્લામાં લોકોનું ખાદ્ય પદાર્થોનું સેવન કરવાનું વધે, પાણીપુરી, સોડા-શિકંજી,લસ્સી-છાશ, બરફના ગોળા જેમાં કોઇ અશુદ્ધ પાણી વપરાતુ હોય, તેની બનાવટમાં અથવા તો સાફસફાઇમાં તે પીવાથી પાણીજન્ય રોગો થાય છે. ટાયફોઇડ, કમળો, ઝાડા-ઉલ્ટી આ રોગોનું પ્રમાણ આ સીઝનમાં વધે, તેવા કેસો આપણે ત્યાં વધારે રીપોર્ટ થાય છે. સામાન્ય રીતે ઓપીડી 100 દર્દીઓથી નીચે રહેતી હોય છે. પરંતુ આ સીઝન આવે ત્યારે ઓપીડી 150 સુધી પહોંચે છે.
પાણી શુદ્ધ ન હોય
વધુમાં તેમણે જણાવ્યું કે, શેરડીનો રસ હાઇજીનીક રીતે કાઢવામાં આવે તો ફાયદાકારક છે, પરંતુ થાય છે એવું કે શેરડીના રસના ગ્લાસની સાફસફાઇ માટે પાણી વપરાતું હોય તે શુદ્ધ ન હોય, શેરડીના રસમાં નાંખવામાં આવતો બરફ ક્લોરીનેટેડ ન હોય તેના કારણે શેરડીનો રસ પીવાથી પણ પાણીજન્ય રોગો થતા હોય છે.
રસ પ્યોર ગ્લુકોઝ
વધુમાં તેમણે ઉમેર્યું કે, લોકોની માન્યતા છે કે, ઠંડુ પીવાથી શરીર ઠંડુ થાય તેવી માન્યતા ખોટી છે. શેરડીનો રસ પ્યોર ગ્લુકોઝ છે. 45 થી વધુ ઉંમરના લોકોએ તેનું સેવન કરવું જોઇએ નહિ. શેરડીના રસમાં કોઇ પ્રોબ્લેમ નથી. તેની ગ્લાસની સાફસફાઇ શુદ્ધ પાણીથી થતી નથી. સામાન્ય રીતે એક જ પાણીમાં ગ્લાસ સાફ થાય છે.
આ પણ વાંચો -- VADODARA : સ્માર્ટ વિજ મીટર અને ચેક મીટરમાં સમાન વપરાશ નોંધાયો