VADODARA : ભાજપના ઝંડા અને ભારત માતા કી જય ના નારા સાથે વિજયને આવકારીશું
VADODARA : વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે મતગણતરી (VADODARA LOSABHA - VIDHANSABHA VOTE COUNTING) શરૂ થઇ ગઇ છે. તે પહેલા ભાજપના વાઘોડિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કાર્યકરો તથા મિત્રોને ઉદ્દેશીને કહેવામાં આવ્યું કે, હાથમાં ભાજપના ઝંડા અને ભારત માતા કી જય ના નારા સાથે વિજયને આવકારીશું. અત્રે નોંધનીય છે કે, રાજકોટ ગેમઝોન દુર્ઘટનાને પગલે ભાજપ દ્વારા ઉજવણી પર રોક લગાડવામાં આવી છે. આ અંગેની જાણકારી તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ભાજપે તેમને ઉમેદવાર બનાવ્યા
રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં 28 લોકોનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે દેશભરમાં અરેરાટી વ્પાયી જવા પામી હતી. જે બાદ ભાજપે સાદાઇથી ચૂંટણી પરિણામોનો સ્વિકાર કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આજે વડોદરા સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીને લઇને મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. જૈ પૈકી એક બેઠક વાઘોડિયાની છે. અપક્ષ ધારાસભ્યએ રાજીનામું આપી દેતા અહિંયા ચૂંટણી યોજાઇ હતી. અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલ ભાજપમાં જોડાતા આ વખતે ભાજપે તેમને ઉમેદવાર બનાવ્યા હતા.
અભિવાદન કરવું નહી
મતગણતરી શરૂ થતા પહેલા તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. તેમાં વાઘોડિયા વિધાનસભાના પરિજનો, કાર્યકર મિત્રો તેમજ સમર્થકોને ઉદ્દેશીને જણાવ્યું કે, રાજકોટમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કારણે મતગણતરી દરમિયાન આપણે સૌ વિજય ઉજવીશું નહીં.મારી સૌ સમર્થકોને નમ્ર અપીલ છે કે, કોઇ પણ સમર્થકોએ ફટાકડા ફોડવા નહી, અને લાવવા પણ નહી, એકબીજાને મીઠાઇ ખવડાવવી નહી, તથા ફૂલ કે ગુલાલ ઉડાવી અભિવાદન કરવું નહી.
વાઘેશ્વરી ફાર્મ, દુમાડ ખાતે રૂબરૂ મુલાતાત
આપણે સૌ હાથમાં ભારતીય જનતા પાર્ટીના ઝંડા તથા ભારત માતા કી જયના નારા સાથે વિજયનો આવકારીશું. જો કોઇ સમર્થકો મને રૂબરૂ મળવા માંગતા હોય તે મતગણતરી પૂર્ણ થયા બાદ વાઘેશ્વરી ફાર્મ, દુમાડ ખાતે રૂબરૂ મુલાતાત લઇ શકશે.
વિશ્વાસ છલકાયો
અત્રે ઉલ્લેખનીય છે કે, પરિણામ પહેલા ભાજપના વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાલમાં જીતનો વિશ્વાસ છલકાઇ રહ્યો હોય તેમ જણાઇ આવે છે. જ્યારે ચૂંટણી બાદથી કોંગ્રેસના વિધાનસભા ઉમેદવાર સામે આવ્યા નથી.
આ પણ વાંચો -- VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારે વર્ષ 2017 ની યાદો વાગોળી