Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : નિંદ્રાધીન સસરાને જમાઇએ લાકડાના ફાચરા વડે લોહીલુહાણ કરી મુક્યા

VADODARA : વડોદરાના વાઘોડિયામાં (WAGHODIA) રાત્રીના સમયે નિંદ્રાધીન સસરા પર જમાઇએ લાકડાના ફાચરા વડે ગંભીર માર મારતા લોહીલુહાણ થયાની ઘટના સામે આવી છે. રાત્રે જમવા સમયે થયેલી બોલાચાલી બાદ આ ઘટના સામે આવતા તમામ ચોંકી ઉઠ્યા હતા. આ મામલે જમાઇ...
vadodara   નિંદ્રાધીન સસરાને જમાઇએ લાકડાના ફાચરા વડે લોહીલુહાણ કરી મુક્યા

VADODARA : વડોદરાના વાઘોડિયામાં (WAGHODIA) રાત્રીના સમયે નિંદ્રાધીન સસરા પર જમાઇએ લાકડાના ફાચરા વડે ગંભીર માર મારતા લોહીલુહાણ થયાની ઘટના સામે આવી છે. રાત્રે જમવા સમયે થયેલી બોલાચાલી બાદ આ ઘટના સામે આવતા તમામ ચોંકી ઉઠ્યા હતા. આ મામલે જમાઇ સામે પોલીસ ફરિયાદો નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

સંતાનો સાથે પંદર દિવસથી પિયરમાં

વાઘોડિયા પોલીસ મથકમાં રૂમાલભાઇ વાલસિંગભાઇ નાયક (બારીયા) (રહે. રામેશ્વરપુરા વસાહત, વાઘોડિયા) જણાવે છે કે, તેઓ ખેતી કરીને ગુજરાન ચલાવે છે. તેમની બહેન સંગીતાના લગ્ન 14 વર્ષ પહેલા ગંગારામભાઇ ઝાંઝડભાઇ બારીયા (રહે. તામસીપુરા, વાઘોડિયા) સાથે થયા હતા. પતિ સાથે ઝગડો થતા તેઓ સંતાનો સાથે પંદર દિવસથી પિયરમાં આવીને રહે છે. તેવામાં તેના પતિ પણ બે દિવસથી પિયરમાં આવીને રહી રહ્યા હતા.

હવે તેને મોકલવી નથી

30 એપ્રિલે રાત્રે જમવાનો સમય થતા બધા ભેગા થયા હતા. દરમિયાન જમાઇ ગંગારામે કહ્યું કે, સંગીતાને તમારા ઘરે વધારે સમય થઇ ગયો છે. હવે મારી સાથે મોકલો. જે બાદ તેમના સસરાએ ઠપકો આપતા કહ્યું કે, તમે મારી દિકરી સંગીતા સાથે અવાર-નવાર ઝઘડો કરો છો. અને તેને ઘરમાંથી કાઢી મુકો છો. એટલે હવે તેને મોકલવી નથી. આ સંવાદ બાદ જમીકરીને બધા સુઇ ગયા હતા. સસરા વાલસિંગભાઇ બહાર ખાટલો નાંખીને સુઇ ગયા હતા. બાકીના સભ્યો ઘાબે સુવા ગયા હતા.

Advertisement

બાબાને શું કરવા મારે છે

દરમિયાન રાત્રે એક વાગ્યે ગંગારામે તેના સસરા વાલસિંગને બાવળીયાના ફાચરા વડે માથામાં માર મારતો હતો. જેથી બુમાબુમ થઇ ગઇ હતું. તેને પુછ્યું કે, મારા બાબાને શું કરવા મારે છે, જે બાદ તે પરિવારની અન્ય બહેનને પણ મારવા દોડ્યો હતો. તેવામાં રૂમાલભાઇ ઉઠીને ત્યાં પહોંચ્યા હતા. જોતા જ તેમના પિતા ખાટલા પર લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યા હતા. બુમાબુમ થતા આરોપી જમાઇ ગાયબ થઇ ગયો હતો. જે બાદ ઇજાગ્રસ્તને સારવાર અર્થે પારૂલ સેવાશ્રમમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તબિયત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ટુંકી સારવાર બાદ તેમણે દમ તોડ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ફરિયાદ નોંધવામાં આવી

સમગ્ર ઘટનાને લઇને સસરા વાલસિંગભાઇ નાયકને માર મારવા અંગે જમાઇ ગંગારામભાઇ ઝાંઝડભાઇ બારીયા (રહે. તામસીપુરા, વાઘોડિયા) સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : રોકડા માંગતા લારીધારક પર ધારીયાના ઘા, 8 ટાંકા લેવા પડ્યા

Tags :
Advertisement

.