Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મતગણતરીને લઇ રૂટ ડાયવર્ટ કરાતા કમાટીબાગ નજીક ટ્રાફીક જામ

VADODARA : વડોદરામાં પોલીટેક્નિક કોલેજ ખાતે મતગણતરી (VADODARA - VOTE COUNTING) ને ધ્યાને રાખીને અનેક રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેને પગલે ખાસ કરીને કમાટીબાગ પાસે હળવા ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હોવાનું સપાટી પર આવ્યું છે. આજે મતગણતરી હોવાના કારણે...
vadodara   મતગણતરીને લઇ રૂટ ડાયવર્ટ કરાતા કમાટીબાગ નજીક ટ્રાફીક જામ

VADODARA : વડોદરામાં પોલીટેક્નિક કોલેજ ખાતે મતગણતરી (VADODARA - VOTE COUNTING) ને ધ્યાને રાખીને અનેક રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેને પગલે ખાસ કરીને કમાટીબાગ પાસે હળવા ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હોવાનું સપાટી પર આવ્યું છે. આજે મતગણતરી હોવાના કારણે પોલીસ જવાનો મોટી સંખ્યામાં તે સંબંધિત બંદોબસ્તમાં જોડાયેલા રહેશે. તો બીજી તરફ લોકોએ કમાટીબાગ પાસેથી હળવા ટ્રાફીક જામમાંથી પસાર થઇને આગળ જવું પડી રહ્યું છે.

Advertisement

આસાનીથી અહિંયાથી પસાર થવાય

વડોદરામાં આજે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનું મતગણતરી યોજાઇ રહી છે. તેને ધ્યાને રાખીને ફતેગંજ સહિત અનેક જગ્યાઓએથી રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ રૂટ ડાયવર્ટ કરવાના કારણે વૈકલ્પિક રસ્તાઓ પર ટ્રાફીકનું ભારણ વધ્યું છે. જેનો એક નમુનો સામે આવ્યો છે. સામાન્ય રીતે વડોદરાના ફતેગંજથી કાલાઘોડા સર્કલ તરફ જવાના રસ્તે ટ્રાફીક હોતો નથી. આસાનીથી અહિંયાથી પસાર થવાય છે. પરંતુ આજે ફતેગંજ પોસ્ટ ઓફીસ નીચેથી ટ્રાફીક ડાયવર્ટ કરવામાં આવ્યો હોવાના કારણે અહિંયા હળવો ટ્રાફીક જામ જોવા મળી રહ્યો છે.

વાહન ચાલકો ઘૂંચવાયા

સામાન્ય દિવસોમાં આ રસ્તેથી પસાર થતા સમયે સડસડાટ નીકળી જવાતું હતું. પરંતુ આજે રોકાઇ રોકાઇને ધીરે ધીરે જવું પડે તેવી સ્થિતી છે. જેને લઇને વાહન ચાલકો ઘૂંચવાઇ રહ્યા છે. મતગણતરીના સમય સુધી ડાયવર્ઝન રહેશે, ત્યાર બાદ નિયમીત રીતે રૂટ કાર્યરત કરી દેવામાં આવનાર છે. ત્યારે ટ્રાફીક પોલીસ દ્વારા હળવા ટ્રાફીક જામના દ્રશ્યો ટાળી શકાય તેવા પ્રયત્નો કરવા જોઇએ, તેવું વાહન ચાલકો માની રહ્યા છે.

Advertisement

દર વખતે અનુસરણ

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરક્ષા સહિતના અનેક કારણોસર મતગણતરી કેન્દ્ર નજીકથી વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. દર વખતે આ વાતનું અનુસરણ કરવામાં આવતું હોય છે.

આ પણ વાંચો -- VADODARA : BJP લોકસભા ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને અધિકારી વચ્ચે તૂતૂ મેંમેં

Advertisement

Tags :
Advertisement

.