ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : અર્બન હેલ્થ સેન્ટરમાં આગ, દવાનો મોટો જથ્થો ખાખ

VADODARA : રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટના બાદ વડોદરા પાલિકા (VADODARA VMC) સફાળુ જાગ્યું છે. અને ઠેર ઠેર ચેકીંગ હાથ ધરી રહ્યું છે. હવે ફાયર વિભાગ (FIRE DEPARTMENT) દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલો, યુનિવર્સિટીની સાથે પાલિકાની હેલ્થ સેન્ટર પર પણ ફાયર સેફ્ટીની...
10:26 AM Jun 10, 2024 IST | PARTH PANDYA

VADODARA : રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટના બાદ વડોદરા પાલિકા (VADODARA VMC) સફાળુ જાગ્યું છે. અને ઠેર ઠેર ચેકીંગ હાથ ધરી રહ્યું છે. હવે ફાયર વિભાગ (FIRE DEPARTMENT) દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલો, યુનિવર્સિટીની સાથે પાલિકાની હેલ્થ સેન્ટર પર પણ ફાયર સેફ્ટીની ચકાસણી કરવી પડે તેવો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં શહેરના શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં મોટાભાગે દવાઓનો જથ્થો આગમાં ખાખ થયો છે.

સેફ્ટીની ચકાસણી કરવી પડે

વડોદરામાં છેલ્લા કેટલાય દિવસોથી ફાયર સહિતની સેફ્ટીને લઇને પાલિકાની વિવિધ ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે એકમોમાં ફાયર સેફ્ટીને લઇને સહેજ પણ ચુક જણાય કે તુરંત જ કાર્યવાહી કરવમાં આવી રહી છે. અત્યાર સુધી મોટી શોપીંગ કોમ્પલેક્ષ, મોલ, સરકારી-ખાનગી હોસ્પિટલ, યુનિવર્સિટીનો વારો આવી ચુક્યો છે. પરંતુ હવે પાલિકાની ટીમે અર્બન હેલ્થ સેન્ટર પર પણ ફાયર સેફ્ટીની ચકાસણી કરવી પડે તેવી સાંકેતીક ઘટના સામે આવી છે.

દવાઓને મોટું નુકશાન

તાજેતરમાં શહેરના શિયાબાગ સ્થિત અર્બન હેલ્થ સેન્ટરમાં આકસ્મિક આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં હેલ્થ સેન્ટરમાં રાખવામાં આવેલી દવાઓનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. આ ઘટનામાં આલ્કોહોલીક દવાઓ પણ હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં દવાઓને મોટું નુકશાન પહોંચ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો આ ઘટના સમયે કોઇ સ્ટાફ હાજર ન હોવાના કારણે જાનહાની કે ઇજા પહોંચ્યાનું સામે આવ્યું નથી.

ચેકીંગ હાથ ધરાવવું જોઇએ

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં અનેક અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે. જ્યાં દર્દીઓની સુવિધાઓ માટે દવાઓ તથા મેડીકલ ફેસીલીટી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારે આ જગ્યાઓ પર પણ લોકોની સુરક્ષાને ધ્યાને લઇને ચેકીંગ હાથ ધરાવવું જોઇએ તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.

આ પણ વાંચો -- VADODARA : બેફામ હાંકતા કાર ચાલકે દંપતિને અડફેટે લીધા, મહિલાનું મોત

Tags :
caughtCenterfirehealthHugelostMedicineurbanVadodaraVMC
Next Article