VADODARA : પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા કરવા પહોંચ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
VADODARA : વડોદરામાં પ્રિમોન્સુન (VADODARA PREMONSOON) કામગીરીની સમીક્ષા કરવા માટે પાલિકા (VMC) ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન (STANDING COMMITTEE CHAIRMAN) ડો. શિતલ મિસ્ત્રી (DR. SHITAL MISTRY) સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે શહેરના વરસાદી પાણીના નિકાલ માટે મહત્વની ગણાતી કાંસની સાફસફાઇ અને તેને પહોળુ કરવાની કામગીરીની સમીક્ષા કરી હતી. આ કામગીરી આવનાર એક મહિના સુધી ચાલનાર હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
ચેરમેન રૂપરેલ કાંસ પર જોવા મળ્યા
વડોદરામાં ભર ઉનાળે ચોમાસાની ચિંતા કરતા તંત્ર એલર્ટ બન્યું છે. પાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. તાજેતમાં કાંસની સફાઇ, ટ્રી ટ્રીમીંગ સહિતની કામગીરી પર જોર મુકવામાં આવી રહ્યું છે. તેવામાં આજે આ કામગીરીની સમીક્ષા કરવા માટે ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રૂપરેલ કાંસ પર જોવા મળ્યા હતા.
સાફસફાઇની સુચના આપી દેવામાં આવી
આ તકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી જણાવે છે કે, વડોદરામાં વરસાદી પાણીનો નિકાલ મુખ્યત્વે ભૂખી કાંસ, રૂપરેલ કાંસ અને મસીયા કાંસ દ્વારા થતો હોય છે. આજે ગાજરાવાડી સુએજ પંપીગ પાસે આવેલી રૂપરેલ કાંસ ખુલ્લી થવાની શરૂઆત થાય છે, આ કાંસ મહાનગર ઘાઘરેટીયા થઇને જાંબુઆ નદીમાં મળે છે. આ કાંસની સાફસફાઇ થાય, છેલ્લે કોઇ બોટલનેક ન થાય તેના માટે પહોળું કરવાની કામગીરી, પાણીનો ફ્લો નદી સુધી સરળતાથી થાય તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આજે આ કામની મુલાકાતે આવ્યા છે. તેવી જ રીતે હાઇ-વેને સમાંતર કાંસોની સાફ સફાઇ અને પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મસીયા કાંસ, ભૂખી કાંસની સાફસફાઇની સુચના આપી દેવામાં આવી છે.
એક મહિના સુધી ચાલશે
વધુમાં તેમણે જણાવ્યું કે, વરસાદી ગટર અને સુએજ તમામના મેનહોલ અને લાઇનોની સાફસફાઇ કરવાનું સુચન કરી દેવામાં આવ્યું છે. પ્રિમોન્સુનમાં કામગીરી પૂર્ણ રીતે થાય તો અતિભારે વરસાદ સમયે પાણીનો નિકાલ સહેલાઇથી થઇ શકે અને પાણી ભરાય તો સત્વરે પાણીનો નિકાલ થાય તે જોવા માટેનું આગોતરું આયોજન કરવા માટે પાલિકા કટિબદ્ધ છે. પાલિકાના અધિકારીઓ દ્વારા કામગીરીની સમયસર સમીક્ષા પણ કરી રહ્યા છે. આ કામગીરી આવનારા એક મહિના સુધી ચાલશે.
આ પણ વાંચો -- VADODARA : એક ટ્રકે અસંખ્ય વાહનચાલકો માટે મુશ્કેલી સર્જી