Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પદ્માવતી શોપીંગ સેન્ટરને વહેલીતકે ડિમોલીશ કરવાનો ઠરાવ મંજૂર, જાણો સ્ટેન્ડિંગ કમિટીએ કયા કામોને આપી લીલી ઝંડી

VADODARA : આજરોડ વડોદરા પાલિકા (VMC) માં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં 31 કામો મુકવામાં આવ્યા હતા. જે પૈકી બે કામોને મુલતવી રાખવામાં આવ્યા છે. જ્યારે 8 કામોને નામંજુર કરવામાં આવ્યા છે. જેના પર સૌની નજર હતી તેવા પદ્માવતી...
vadodara   પદ્માવતી શોપીંગ સેન્ટરને વહેલીતકે ડિમોલીશ કરવાનો ઠરાવ મંજૂર  જાણો સ્ટેન્ડિંગ કમિટીએ કયા કામોને આપી લીલી ઝંડી

VADODARA : આજરોડ વડોદરા પાલિકા (VMC) માં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં 31 કામો મુકવામાં આવ્યા હતા. જે પૈકી બે કામોને મુલતવી રાખવામાં આવ્યા છે. જ્યારે 8 કામોને નામંજુર કરવામાં આવ્યા છે. જેના પર સૌની નજર હતી તેવા પદ્માવતી શોપીંગ સેન્ટરને વહેલીતકે ડિમોલીશ કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ સાથે જ ભાડુઆત દુકાનદારોની વૈકલ્પિક વ્સવસ્થા કરવા માટે કમિશનરને અલગથી દરખાસ્ત લાવવા સુચવવામાં આવ્યું છે

Advertisement

કમિશનરને અલગથી દરખાસ્ત લાવવા સુચવવામાં આવ્યું

વડોદરાની સ્ટેન્ડિંગ કમીટી (VADODARA STANDING COMMITTEE) ના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી જણાવે છે કે, સમિતીમાં 31 કામો મુકવામાં આવ્યા હતા. જેમાંથી બે કામ મુલતવી રાખવામાં આવ્યા છે. 8 કામોને નામંજૂર કરવામાં આવ્યા છે. મંજૂર કરવામાં આવેલા કામોમાં પદ્માવતી શોપીંગ સેન્ટરની બિલ્ડીંગ જર્જરીત હોવાના રિપોર્ટના આધારે તેને વહેલીતકે ડિમોલીશ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. ભાડુઆત દુકાનદારોની વૈકલ્પિક વ્સવસ્થા કરવા માટે કમિશનરને અલગથી દરખાસ્ત લાવવા સુચવવામાં આવ્યું છે.

ખીસકોલી સર્કલથી નવીન વરસાદી ચેનલનું કામ હાથ ધરાશે

વધુમાં તેમણે જણાવ્યું કે,  પૂર્વ ઝોનમાં વરસાદી ગટરની સાફસફાઇનો ઇજારો 25 ઓછા ભાવે રૂ. 60 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે. અટલાદરા તળાવના ઓવરફ્લો ને લઇ ખીસકોલી સર્કલથી નવીન વરસાદી ચેનલનું કામ 12 ટકા વધુ પ્રમાણે રૂ.6.19 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. ભીમતળાવ જંક્શનથી વાસણા બાંકો કાંસ સુધી વરસાદી ગટર નાંખવાનું કામ 6 ટકા ઓછા ભાવે રૂ. 3.60 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. માણેજા રેલવે ક્રોસિંગ થઇ રાજનગર અને સત્યમનગર તરફ પાણીની નલિકાનું કામ 37 ટકા વધુ રૂ. 1.33 કરોડને મંજૂર આપવામાં આવી છે.

Advertisement

નાણાંકિય મર્યાદા અને ત્રણ માસ સમયમાં વધારો કર્યો

વધુમાં તેમણે જણાવ્યું કે, વોર્ડ નં. 19 માં જાંબુઆ સ્કુલથી રાજપુત ભવન સુધી આરસીસી રોડ તોડી 300 મીમીની પાણીની નલિકા નાંખવાના કામને મંજૂરી આપવામાં આવી છે. સ્વાતી ત્રણ રસ્તાથી ચાણક્યપૂરી ચાર રસ્તા ખાતે હાયર ડિલીવરી લાઇનમાં સેંગસનીંગ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નં- 5 માં ઝવેર નગરથી સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટ થઇ વૃંદાવન ચાર રસ્તા 450 મીમીની પાણીની લાઇન નાંખવાના કામને 27 ટકા વધુ ભાવે રૂ. 1.22 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. પાણી પુવરઠા શાખા દ્વારા ઉત્તરઝોનમાં વોર્ડ નં - 3 માટે સુચિક કામને લઇ રૂ. 30 લાખ નાણાંકિય મર્યાદા અને ત્રણ માસ સમયમાં વધારો કર્યો છે.

સમિતિએ 15 ટકા ઓછા કરવા સુચવ્યું

વધુમાં તેમણે જણાવ્યું કે, મકરપુરા જીઆઇડીસી પ્લોટ 204 માં નવીન કચેરી બનાવવાના કામને મુલતવી રાખવામાં આવ્યું છે. શહેરમાં નવાપુરા સરદાર માર્કેટ ખાતે વહીવટી વોર્ડ 13 ના ઓફિસ કામને 3.5 ટકા વધુ રૂ. 2.18 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે. પાણીગેટ ફાયર સ્ટેશન માટે સ્ટાફ ક્વાટર્સના કામને 1.80 ટકા વધુ રૂ. 8.44 કરોડને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તરઝોનમાં સિવિલ કન્સ્ટ્રક્શનમાં રૂ. 10 કરોડના ઇજારામાં ઇજારદારે 2 ટકા ઓછા ભાવે મંજૂરી માંગી હતી, તેની સામે સમિતિએ 15 ટકા ઓછા કરવા સુચવ્યું છે.

Advertisement

કરોડિયા કમાન્ડ વિસ્તારમાં પાણીનું નવીન નેટવર્ક નંખાશે

વધુમાં તેમણે જણાવ્યું કે, વડોદરામાં અગ્નિશમન માટે મીની વોટર ટેન્ડરના કામને મંજૂરી આપવામા્ં આવી, જેની કિંમત રૂ. 85 લાખ થાય છે. અભિલાષા ચાર રસ્તાથી છાણી તરફ જતા 18 મીટર રોડ કેનાલ પર આવેલ બ્રિજની પહોળાઇ વધારવાની કામગીરી રૂ. 3.42 કરોડમાં મંજૂર કરવામાં આવી છે. કરોડિયા કમાન્ડ વિસ્તારમાં પાણીનું નવીન નેટવર્ક નાંખવાનું કામ રૂ. 87 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. કરોડિયા વિસ્તારમાં 36 હજાર લિટરની કેપેસીટીનો ભૂગર્ભ સંપ, ફીડલ લાઇન, પંપીંગ મશીનના કામને રૂ. 13.51 લાખમાં મંજૂર કરવામાં આવ્યું છે.

સર્વસંમત હોય તેવો ઉપાય કરવામાં આવનાર છે

આખરમાં તેમણે ઉમેર્યું કે, પદ્માવતી શોપીંગ સેન્ટરને નોટીસ આપીને તેમની અનુકુળ સમય આપવામાં આવશે. કમિશનરને સુચના આપવામાં આવી છે, કે પદ્માવતી શોપીંગ સેન્ટરના દુકાનધારકોને વૈકલ્પિક વ્યવસ્થા અંગેની દરખાસ્ત અલગથી લાવવાની રહેશે. આજની તારીખે સ્ટેન્ડિંગમાં બિલ્ડીંગ જર્જરિત છે. અને જોખમી છે. એટલે તેને ઉતારવાના કામને મંજુરી આપવામાં આવી છે. વૈકલ્પિક નવીન પ્લોટ અંગે વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નક્કી કરવામાં આવશે. સર્વસંમત હોય તેવો ઉપાય કરવામાં આવનાર છે.

આ પણ વાંચો -- VADODARA : નાકાબંધીથી 50 મીટરનું અંતર પોલીસ કાપી ન શકતા કાર ચાલક ફાવ્યો

Tags :
Advertisement

.