Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પ્રિમોન્સૂન કામગીરીના દાવા સામે શંકા જાય તેવો નજારો

VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) દ્વારા પ્રિમોન્સૂન (PRE MONSOON) કામગીરીને પુરજોશમાં આગળ ધપાવવામાં આવી રહી છે. પરંતુ હાલ તબક્કે એક નજારો સામે આવ્યો છે, જે જોતા પ્રિમોન્સુન કામગીરીને લઇને કરવામાં આવતા પાણી નહી ભરાવવાના દાવાઓની પોલ ખુલી...
vadodara   પ્રિમોન્સૂન કામગીરીના દાવા સામે શંકા જાય તેવો નજારો

VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) દ્વારા પ્રિમોન્સૂન (PRE MONSOON) કામગીરીને પુરજોશમાં આગળ ધપાવવામાં આવી રહી છે. પરંતુ હાલ તબક્કે એક નજારો સામે આવ્યો છે, જે જોતા પ્રિમોન્સુન કામગીરીને લઇને કરવામાં આવતા પાણી નહી ભરાવવાના દાવાઓની પોલ ખુલી જવા પામે તેમ છે. શહેરના ગાજરાવાડી વિસ્તારમાં સંખ્યાબંધ તરાપાઓ મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેનો ઉપયોગ સંભવત નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાય તે સમયે કરાશે. અગાઉ પણ આ જ રીતે તરાપા ચોમાસા પહેલા મુકવામાં આવતા હતા.

Advertisement

દાવાઓને આડકતરો છેડ ઉડ્યો

વડોદરામાં પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા સઘન પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં પાણી ન ભરાય, અને ભરાયેલા પાણીનો નિકાલ થઇ જાય તે માટે કાંસ સાફ કરવા મુંબઇથી વિશેષ મશીન મંગાવવામાં આવ્યું છે. જેનું લાખોની કિંમતમાં પાલિકા ભાડું ચુકવશે. જો કે, અહિંયા પાલિકા તંત્ર દ્વારા વરસાદ સમયે કોઇ વિસ્તારમાં પાણી નહી ભરાય તેવા દાવાઓને આડકતરો છેડ ઉડતો હોય તેવા દ્રશ્યો સામે આવવા પામ્યા છે. શહેરના ગાજરાવાડી પાણીની ટાંકી પાસે ગતસાંજથી નવા નક્કોર તરાપાઓ લાવીને મુકવામાં આવ્યા છે.

સવાલો ખડા કરે

ગાજરાવાડીના નિચાણવાળા વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાઇ જવાની સમસ્યા સામે આવતી હોય છે. કમરથી પણ વધુ ઉંડા પાણીમાં ચાલતા જવું મુશ્કેલ બને ત્યારે આ તરાપાઓને ઉપયોગ કરીને લોકોને મદદ પહોંચાડવામાં આવે છે, અથવાતો રેસ્ક્યૂ કરવામાં આવતા હોય છે. પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી આ તૈયારી પ્રિમેન્સુન કામગીરી સામે સવાલો ખડા કરે તેમ છે. હવે ચોમાસામાં ખરેખર દાવા સાચા પડે છે કે, દાવા સામે શંકા ઉપજાવતા કારણે સાચા પડે છે, તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત 120 ટન કચરાનો નિકાલ

Advertisement
Tags :
Advertisement

.