અમદાવાદમાં ધો.10ના વિદ્યાર્થીઓની બોર્ડની એક્ઝામ પહેલાં લેવાશે પ્રિ-બોર્ડ એક્ઝામ
અમદાવાદ શહેરની જુદી જુદી શાળાઓમાં ધો.10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં લેવાનારી બોર્ડની પરીક્ષા આપે તે પહેલા શહેર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પ્રિ-બોર્ડ એક્ઝામ લેવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 14, 16 અને 18મી ફેબ્રુઆરીએ દરેક શાળામાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી ત્રણ વિષયની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના પ્રશ્નપત્રો પણ જિલ્લાકક્ષાએ કાઢવામાં આવશે અને દરà«
અમદાવાદ શહેરની જુદી જુદી શાળાઓમાં ધો.10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં લેવાનારી બોર્ડની પરીક્ષા આપે તે પહેલા શહેર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પ્રિ-બોર્ડ એક્ઝામ લેવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 14, 16 અને 18મી ફેબ્રુઆરીએ દરેક શાળામાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી ત્રણ વિષયની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના પ્રશ્નપત્રો પણ જિલ્લાકક્ષાએ કાઢવામાં આવશે અને દરેક સ્કૂલમાં એક્સરખા પ્રશ્નપત્ર રહેશે. પરીક્ષા સ્વૈચ્છીક હોવા છતાં દરેક વિદ્યાર્થીઓ આપે તેવો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે.
બોર્ડની પરીક્ષા કેવી હોય તેનો અનુભવ મળશે
સેન્ટ્રલ બોર્ડની શાળાઓમાં બોર્ડની પરીક્ષા પહેલા આ પ્રકારની પ્રિ-બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવતું હોય છે. સ્વૈચ્છીક પરીક્ષા હોવા છતાં દરેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવો પ્રયાસ કરાશે.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. ધો.10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પહેલી વખત બોર્ડની પરીક્ષા આપવાના છે ત્યારે તેઓ આ બોર્ડની પરીક્ષા કેવી હોય અને કેવી રીતે આપવાની હોય છે તેનો અનુભવ મળી રહે તે માટે શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ પ્રિ-બોર્ડ હોય છે.
આ પરીક્ષા આપવી ફરજિયાત નથી
બોર્ડની પેટર્નથી જ લેવાનારી પરીક્ષા ફરજિયાત નથી. જોકે, ડીઇઓ કચેરી દ્વારા ધો. 10માં પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓ આ પ્રિ-બોર્ડ એક્ઝામ આપે તેવી સૂચના આપવામાં આવી છે. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી એમ, ત્રણ વિષયના પ્રશ્નપત્ર જિલ્લાકક્ષાએથી શાળાઓને આપવામાં આવશે. દરેક શાળાઓમાં એક જ સરખા પ્રશ્નપત્ર રહેશે. પોત પોતાની શાળાઓમાં જ પરીક્ષા લેવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ભય ન રહે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement