Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : પતંજલિ ઘી સહિત 11 ખાદ્ય પદાર્થો સબ સ્ટાન્ડર્ડ જાહેર

VADODARA : વડોદરામાં પાલિકા (VMC) તંત્ર દ્વારા સમયાંતરે વિવિધ જગ્યાએથી ખાદ્ય પદાર્થોના નમુના લઇને તપાસ અર્થે મોકલવામાં આવતા હોય છે. તાજેતરમાં આ નમુનાઓ પૈકી 11 ના લેબોરેટરી ટેસ્ટના પરિણામ સામે આવ્યા છે. જેમાં પતંજલિ ઘી સહિત 11 નમુના ફેલ થયા...
02:44 PM Apr 15, 2024 IST | PARTH PANDYA
VMC OFFICE : FILE PHOTO

VADODARA : વડોદરામાં પાલિકા (VMC) તંત્ર દ્વારા સમયાંતરે વિવિધ જગ્યાએથી ખાદ્ય પદાર્થોના નમુના લઇને તપાસ અર્થે મોકલવામાં આવતા હોય છે. તાજેતરમાં આ નમુનાઓ પૈકી 11 ના લેબોરેટરી ટેસ્ટના પરિણામ સામે આવ્યા છે. જેમાં પતંજલિ ઘી સહિત 11 નમુના ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. જેને લઇને હવે લોકો આ ખાદ્યપદાર્થો ખરીદતા પહેલા વિચારવું પડશે.

પરિણામ આજે જાહેર

યાદી અનુસાર, પાલિકાની ટીમ દ્વારા તાજેતરમાં જુદા-જુદા વિસ્તારોમાં પેકેજ ડ્રીંકીંગ વોટર, ઘી, ન્યુટ્રાસ્યુટીકલ્સ પ્રોડક્ટ વગેરેનું વેતાણ કરતી પેઢી, દવાની એજન્સી, દુકાનો વગેરેમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાની ટીમ દ્વારા શહેરના નિઝામપુરા મેઇન રોડ, ગોરવા, તરસાલી, વારસીયા, હાથીખાના, છાણી, કાલુપુરા, તેમજ રાવપુરા વિસ્તારમાં તપાસ કરાઇ હતી. જે પૈકી શંકાસ્પદ નમુના લેબોરેટરીમાં વધુ તપાસઅર્થે મોકલવામાં આ્વ્યા હતા. જેનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં પતંજલિ ઘી સહિત 11 ખાદ્ય પદાર્થોના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે. જેને લઇને હવે લોકોએ ખરીદી કરતી વેળાએ ખાસ ધ્યાન રાખવું પડશે.

ભેળસેળીયાઓમાં ભારે ફફડાટ

પાલિકા દ્વારા સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવેલા નમુનાઓમાં ઘી, મિનરલ વોટર, હેલ્થ સપ્લીમેન્ટ્સ, ન્યુટ્રાસ્યુટીકલ્સ આઇટમનો સમાવેશ થાય છે. પાલિકાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે ભેળસેળીયાઓમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. તો બીજી તરફ પાલિકાની કામગીરીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો -- VADODARA : આશ્ચર્ય સર્જતા રોડ સાઇડ કરેલા લાઇનસર ઢગલા

Tags :
11FoodGheeincludeOtherPatanjalireportsubstandardTESTINGVadodaraVMC
Next Article