VADODARA : ડ્રેનેજનું પાણી મિશ્રિત થતા તીવ્ર દુર્ગંધ ફેલાઇ
VADODARA : વડોદરાના બોરડી ફળિયામાં વરસાદી કાંસમાં ડ્રેનેજનું પાણી વહેતા વિસ્તારમાં તિવ્ર દુર્ગંધ ફેલાઇ છે. જેને લઇને લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. સાથે જ વિસ્તારમાં દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે. જેને લઇને લોકોમાં રોષની લાગણી વ્યાપી છે. સાથે જ પાલિકામાં આ અંગે રજુઆત કરવામાં આવ્યા બાદ પણ કોઇ કામગીરી હાથ નહી ધરવામાં આવી હોવાનો આરોપ પણ લગાડવામાં આવ્યો છે.
અમે અમારા કોર્પોરેટરને ઓળખીએ
વહીવટી વોર્ડ નં - 13 માં આવતા બોરડી ફળિયામાં વરસાદી કાંસમાં ડ્રેનેજનું પાણી વહી રહ્યું છે. જેને લઇને વિસ્તારમાં દુષિત પાણી આવવાની સાથે દુર્ગંધ આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. દુર્ગંધ એટલી તિવ્ર કે ઉભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે. સ્થાનિક સર્વે જણાવે છે કે, એક મહિનાથી મુશ્કેલી પડી રહી છે. શૌચાલયનું પાણી આવી રહ્યું છે. અમે અમારા કોર્પોરેટરને ઓળખીએ છીએ. પાણી બહુ જ ગંધાય છે. કોઇ હોસ્પિટલમાં જાશે, ત્યારે જ ખબર પડશે !
કામગીરી નથી કરતા
કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વે જણાવે છે કે, અમારા વિસ્તારમાં વરસાદી ગટરમાં હોળી પહેલા ડ્રેનેજનુ પાણી જાય છે. લાઇન તુટી ગઇ છે કે ખબર નહિ. અમે જે તે અધિકારીને રજૂઆત કરી, વિસ્તારના લોકોએ રજૂઆત કરી. ડ્રેનેજ પ્રોજેક્ટ વાળા આવીને ગયા. પણ એવું કહેવામાં આવે છે કે, આ કામ વરસાદી ગટરવાળા કરશે, ગટરવાળા કરશે, કે ડ્રેનેજ વાળા કરશે. તેઓ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. કામગીરી નથી કરતા.
ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન
વધુમાં તેમણે જણાવ્યું કે, આ અંગે અગાઉ સભામાં પણ રજુઆત કરી હતી. તેને લઇને પરિસ્થિતી એવી થઇ ગઇ છે કે, આખો દિવસ ગટરનું પાણી ખુલ્લામાં જાય છે. અને આજુબાજુમાં ગંદુ અને ડ્રેનેજ મિશ્રિત પાણી આવે છે. કાળુ અને ગંદુ પાણી આવી રહ્યું છે. શહેરમાં રોગચાળો ફાટી નિકળ્યા જેવી સ્થિતી છે. વરસાદી ગટરમાં ડ્રેજેનું પાણી થઇ રહ્યું છે. આ પાણી બંધ કરીને, વરસાદી પાણીનો જ નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવાની માંગ છે. બે ત્રણ દિવસમાં આ કામગીરી નહિ કરવામાં આવે તો મ્યુનિસિપલ કમિશનરને મળીશું. અને તે બાદ પણ કામ નહી થયું તો સ્થાનિકો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.
આ પણ વાંચો -- VADODARA : કોન્ટ્રાક્ટ આધારિત પટાવાળાઓને અન્યાય મામલે વિપક્ષ મેદાને