VADODARA : "પાન-પડીકી ખાઇને પ્રવેશ કરવો નહી", ડે. મેયરની ઓફીસે લાગ્યું પોસ્ટર
VADODARA : વડોદરા (VADODARA - VMC) માં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની ઓફીસ બહાર ડેપ્યુટી મેયરની ઓફીસમાં પાન-પડીકી ખાઇને પ્રવેશ કરવો નહી તેવું પોસ્ટર લગાડવામાં આવ્યું છે. તાજેતરમાં ડે. મેયર મુખ્યમંત્રી દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા. ત્યાં મુખ્યમંત્રી દ્વારા તમામને આ અંગેની ટકોર કરવામાં આવી હતી. જે બાદ તેમણે આ વાત સંબંધિત અનુકરણ કર્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
ઓફીસ બહાર પોસ્ટર
વડોદરા સહિત રાજ્યભરમાં અનેક જગ્યાઓ સરકારી કચેરીની દિવાલો પાન-પડીકી ખાઇને થૂંકવાથી રંગીન બની છે. તેમાં દુર્ગંધ પણ આવે છે. જેને લઇને સરકારી મિલકતોની જાળવણી સામે સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રીએ એક કાર્યક્રમમાં આપણે ઓફીસમાં કામના કલાકો દરમિયાન કોઇએ પાન પડીકી ખાવા ન જોઇએ. અને બહારથી પણ કોઈ પાન પડીકી ખાઇને કોઇ ઓફીસમાં ન આવે. આ વાતનું અનુસરણ વડોદરાના ડેપ્યુટી મેયર દ્વારા તુરંત કરી દેવામાં આવ્યું છે. અને તેમની પાલિકાની ઓફીસ બહાર પોસ્ટર લગાડવામાં આવ્યું છે.
ટકોર કરી
ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ જણાવે છે કે, અમે પદાધિકારીઓ ગાંધીનગર ગયા હતા. વડોદરા શહેર વિકાસ માટે મુખ્યમંત્રી તરફથી 188 કરોડનો ચેક આપવામાં આવ્યો છે. તે આનંદની વાત છે. તે કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ટકોર કરી હતી કે, તેમણે આજના સમાચાર પત્રમાં વાંચ્યુ કે સરકારી ઓફીસમાં પાન પડીકી ખાઇને થૂંકીને દિવાલ ખરાબ હતી. જેનો ફોટો આવ્યો હતો. તે જાણીને તેમને મનમાં દુખ હતું. તેમણે બધાને ટકોર કરીને આપણે ઓફીસમાં કામના કલાકો દરમિયાન કોઇએ પાન પડીકી ખાવા ન જોઇએ. અને બહારથી પણ કોઈ પાન પડીકી ખાઇને કોઇ ઓફીસમાં ન આવે તેવી તેમણે ટકોર કરી છે.
દંડ વસુલવો જોઇએ
વધુમાં તેમણે જણાવ્યું કે, કોઇ સુચના નથી આપી. તેમના ભાષણમાં ટકોર હતી. જે સાંભળીને મને થયું કે, આપણે પણ તેનું પાલન કરવું જોઇએ. એટલે મારી ઓફીસની બહાર આ લગાડવામાં આવ્યું છે. મારૂ માનવું છે કે, દરેક જગ્યાએ તેનો અમલ થવો જોઇએ. પાલિકા સિવાયની સરકારી કચેરીમાં પણ થવું જોઇએ. નાગરીકોએ પણ જાગૃત થવું જોઇએ. જે કોઇ થૂંકતા પકડાય તો તેની સામે દંડ વસુલવો જોઇએ. મેં મારી ઓફીસ માટે લગાવ્યું છે, હવે આખી બિલ્ડીંગ માટે ચોક્કસ તેનો અમલ થશે.
આ પણ વાંચો -- VADODARA : “સરકારને કરોડોનું નુકશાન થયું”, BJP MLA નો કલેક્ટરને પત્ર