ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : શહેરમાં કોલેરાએ માથુ ઉંચકતા ચિંતા વધી

VADODARA : વડોદરા (VADODARA) શહેરમાં કોલેરાએ માથું ઉંચકતા (CHOLERA CASE RAISE) ચિંતા વધી હોવાનું સામે આવ્યું છે. આ અંગે પાલિકાના વિપક્ષના નેતા અમીબેન રાવતે તંત્રને આડા હાથે લીધા છે. અને તંત્ર દ્વારા સાચા આંકડા છુપાવવામાં આવતા હોવાનો આરોપ મુક્યો છે....
01:48 PM Jul 10, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) શહેરમાં કોલેરાએ માથું ઉંચકતા (CHOLERA CASE RAISE) ચિંતા વધી હોવાનું સામે આવ્યું છે. આ અંગે પાલિકાના વિપક્ષના નેતા અમીબેન રાવતે તંત્રને આડા હાથે લીધા છે. અને તંત્ર દ્વારા સાચા આંકડા છુપાવવામાં આવતા હોવાનો આરોપ મુક્યો છે. સાથે જ તેમણે સલાહ આપતા જણાવ્યું કે, પાલિકા તંત્ર દ્વારા લગાડવામાં આવેલા મસમોટા એલઇડી સ્ક્રિન પર નેતાઓની જગ્યાએ કોલેરા સંબંધિત જાણકારી નાગરિકોને આપવી જોઇએ.

કેસોની સંખ્યાં શૂન્ય કેમ !

વડોદરા (VADODARA) માં હાલની સ્થિતીએ કોલેરાના 6 કેસો સામે આવ્યા છે. સાથે જ 20 થી વધુ શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. જેના કારણે તંત્ર અને શહેરીજનોની ચિંતા વધી છે. ચોમાસાની રૂતુની શરૂઆતમાં જ પાણીજન્ય રોગચાળો ફાટી નિકળે તેવી સ્થિતી સર્જાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સ્થિતી વચ્ચે પાલિકાના વિપક્ષના નેતાએ તંત્રને આડા હાથે લીધા છે. વિપક્ષના નેતા અમીબેન રાવતે આરોપ મુકતા જણાવ્યું કે, પાલિકાના હેલ્થ બુલેટીનમાં કોલેરાના કેસોની સંખ્યા શૂન્ય છે. જ્યારે એસએસજી હોસ્પિટલ અને જમનાબાઇ હોસ્પિટલમાં મળીને કોલેરાના 6 દર્દીઓ છે. IHIP માં હોસ્પિટલે રીપોર્ટ કર્યા બાદ પણ કેસોની સંખ્યાં શૂન્ય કેમ ! પાલિકા કોલેરા હોવાનું સ્વિકારે જ નહી, તો કંટ્રોલ કેવી રીતે કરશે ?

ચોખ્ખુ પાણી પુરૂ પાડવું

તેમણે મેયરને લખેલા પત્રમાં માંગ કરી છે કે, કોલેરાના સાચા આંકડા વિસ્તાર પ્રમાણે આપવા જણાવ્યું છે. સાથે જ તેને ડામવા માટે સર્વેલન્સ સહિતના પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. પાલિકા દ્વારા મુકવામાં આવેલી મસમોટી એલઇડી સ્ક્રિન પર નેતાઓની જગ્યાએ કોલેરા અંગેની સમજ લોકોને આપવી જોઇએ. કોલેરા સંબંધિત મોટા પ્રમાણમાં સેમ્પલીંગ, કન્ટામીનેશનનો સ્ત્રોત શોધવો અને તે વિસ્તારોમાં ચોખ્ખુ પાણી પુરૂ પાડવું જોવા પગલા લેવા જણાવ્યું છે. આ સાથે જ અનેક સુચનો કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : શિક્ષણ સમિતિમાં સ્થાન જમાવવા લોબિંગ શરૂ

Tags :
AllegationcasecholeraleaderoppositionraiseVadodaraVMC
Next Article