ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : દુષ્કર્મના આરોપી જગત પાવન સ્વામીની કોલ ડિટેઇલ મેળવતી પોલીસ

VADODARA : વડોદરા (VADODARA) માં વડતાલ સ્વામીનારાયણ મંદિર (VADTAL SWAMINARAYAN MANDIR) ના તાબા હેઠળ આવતા, વાડી સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સ્વામી સામે ગિફ્ટ આપીને સગીરા પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. જે બાદ લંપટ સંત સામે...
10:07 AM Jun 16, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં વડતાલ સ્વામીનારાયણ મંદિર (VADTAL SWAMINARAYAN MANDIR) ના તાબા હેઠળ આવતા, વાડી સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સ્વામી સામે ગિફ્ટ આપીને સગીરા પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. જે બાદ લંપટ સંત સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ બાદથી ફરાર લંપટ સંતને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન પોલીસે દુષ્કર્મના આરોપી જગત પાવન સ્વામીના કોલ ડિટેલ મેળવ્યા હોવાનું સપાટી પર આવ્યું છે. અને હાલ પોલીસ તેના આધારે તપાસ કઇ દિશામાં આગળ વધે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોવાનું સુત્રોએ ઉમેર્યું છે.

જગત પાવન સ્વામી

વિવિધ ટીમો બનાવી

વડોદરાના વાડી સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સ્વામીએ વર્ષ 2016 માં સગીરાને ગિફ્ટ આપવાના બહાને મંદિરના નીચેના ભાગમાં બોલાવાની તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ થોડાક દિવસો પહેલા ભોગ બનનાર પીડિતાએ હિંમત કરીને લંપટ જગત પાવન સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. શહેરના વાડી પોલીસ મથકમાં લંપટ જગત પાવન સ્વામી સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દુષ્કર્મના આરોપી સ્વામીને પકડી પાડવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવી છે. તાજેતરમાં પોલીસની ટીમ દ્વારા વડતાલમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ કંઇ નક્કર હાથ લાગ્યું ન્હતું.

ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા

તે બાદ પોલીસ દ્વારા ભક્તોના નિવેદન લેવાનું જારી છે. સાથે જ બીજી તરફ દુષ્કર્મના આરોપી જગત પાવન સ્વામીની કોલ ડિટેઇલ પોલીસે મેળવી છે. અને તેના આધારે તપાસ કઇ દિશામાં આગળ વધે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોવાનું સપાટી પર આવ્યું છે. આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે. દુષ્કર્મના આરોપી સ્વામી સામે પોક્સો હેઠળ ફરિયાદ નોંધાયા બાદથી તે ફરાર છે. અને તેને પકડી પાડવા માટે પોલીસની વિવિધ ટીમો હાલ દિવસ-રાત મહેનત કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : વધુ એક BJP MLA અધિકારીઓ સામે મેદાને, કહ્યું, “તેમને ખુલ્લા પાડો”

Tags :
accusedassociatedCallDetailsGOTjagatpavanpoliceRapeswamiSwaminarayanTAMPLEVadodaraVadtalwadi
Next Article