પુષ્પગુચ્છ
રમણભાઈ સૂતા હતા તે પલંગ પર જગત હળવેથી બેસી ગયો. તેમનો હાથ પોતાના હાથમાં લીધો. ને પછી હિંમત કરીને બોલ્યો, 'મોટાભાઈ..ત્રણ ત્રણ મહિના વીતી ગયા એ કાળરાત્રીના, હવે તો...'જવાબમાં મોં ખૂલવાને બદલે છતને તાકી રહેલા ભાઈની આંખમાંથી દડ..દડ..દડ..વહેતાં આંસુ તે જોઈ રહ્યો.મા સમાન ભાભીના અસામયિકી મૃત્યુને પચાવવું ભાઈ માટે જ નહીં..જગત માટે પણ કપરું જ હતું..પણ આ સ્થિતિમાં મોટાભાઈને છત સામે તાકી તાકીને આંસ
રમણભાઈ સૂતા હતા તે પલંગ પર જગત હળવેથી બેસી ગયો. તેમનો હાથ પોતાના હાથમાં લીધો. ને પછી હિંમત કરીને બોલ્યો, "મોટાભાઈ..ત્રણ ત્રણ મહિના વીતી ગયા એ કાળરાત્રીના, હવે તો..."
જવાબમાં મોં ખૂલવાને બદલે છતને તાકી રહેલા ભાઈની આંખમાંથી દડ..દડ..દડ..વહેતાં આંસુ તે જોઈ રહ્યો.
મા સમાન ભાભીના અસામયિકી મૃત્યુને પચાવવું ભાઈ માટે જ નહીં..જગત માટે પણ કપરું જ હતું..પણ આ સ્થિતિમાં મોટાભાઈને છત સામે તાકી તાકીને આંસુ પાડતા જોવું એ તો એથીયે વિશેષ કપરું હતું!
પ્રાર્થના, બંદગી, બાધા-આખડી..કંઈ બાકી ન હતું. આશ્વાસનના શબ્દો પણ વામણા સાબિત થઈ રહ્યા હતા.
પરિવારજનો, સહકર્મચારીઓ, શુભેચ્છકો સતત પૂછપરછ કરતા હતા..પણ જગત કયાં મોંએ કહે કે ભાઈ દિવસે દિવસે પથ્થર સમાન થઈ રહ્યા છે!
એક દિવસ અચાનક ભાભીની ડાયરી જગતના હાથમાં આવી. પાનું ખોલતાં જ વંચાયું.
"રમણ..હું જાણું છું..તમને મનાવવામાં કોઈ શબ્દો, કોઈ વિનંતી, કોઈ આજીજી કામ ન આવે...બસ એક ફૂલ તમારી નબળાઈ...તેના દ્વારા જ તમને જીતી શકાય...યાદ છે ને? આપણે આપણાં પ્રેમનો સ્વીકાર પણ કોઈ શબ્દોથી નહીં.. ફૂલની આપ-લે દ્વારા જ કરેલો!"
"રોજ તાજાં ફૂલોનું એક પુષ્પગુચ્છ આ સરનામે.." ફોન પર ઓર્ડર આપી જગત એક નવી આશા સાથે ફરી ભાઈના પલંગ પર બેસી ગયો.
Advertisement