VADODARA : ઘોડાના તબેલામાં મગરના બચ્ચાએ એન્ટ્રી મારતા જ દોડધામ
VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસાની રૂતુ શરૂ થતા જ મગર (VADODARA - CROCODILE) માનવ વસાહતો નજીક નિકળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વિતેલા 24 કલાકમાં બે જગ્ચાઓએથી મગરના બચ્ચા રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. તે પૈકી એક ઘટનામાં ઘોડાના તબેલામાં મગરના બચ્ચાની એન્ટ્રી થતા જ ભારે દોડધામ મચી જવા પામી છે. આ અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ (WILD LIFE RESCUE TRUST) ના પ્રમુખ અરવિંદ પવારને જાણ કરવામાં આવતા વોલંટીયર્સ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને મગરના બચ્ચાને રેસ્ક્યૂ કર્યો હતો.
બે જગ્યાએ મગર નિકળ્યા
દુનિયાના જુજ શહેરોમાં વડોદરાની ગણના થાય છે. અહિંયા મગર અને માનવ વસવાટ એકબીજાની ખુબ નજીક કરે છે. આ સ્થિતી જવલ્લેજ દુનિયામાં જોવા મળે છે. વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં સેંકડો મગરો વસવાટ કરી રહ્યા છે. આ મગર ચોમાસાની રૂતુમાં ખાસ માનવ વસવાટ નજીક જોવા મળે છે. શહેરમાં જીવદયા માટે કામ કરતી સંસ્થાઓ મોટા પ્રમાણમાં હોવાથી ઘર્ષણની ઘટનાઓ ઓછી બને છે. શહેરમાં ચોમાસાની શરૂઆતમાં જ બે જગ્યાએ મગર નિકળ્યા હોવાના કોલ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના અરવિંદ પવારને મળ્યા હતા. બંને કિસ્સાઓમાં તાત્કાલીક વોલંટીયર્સને મોકલીને મગરનું બચ્ચુ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
રેસ્ક્યૂ કરીને સલામત રીતે વન વિભાગને સોંપાયું
સમગ્ર મામલે પ્રાપ્ત માહિતી અનુસાર, પહેલા કોલમાં રાત્રીના સમયે અરવિંદ પવારને જાણ થઇ કે ગુજરાત ટ્રેક્ટર કંપનીમાં મગરનું બચ્ચું આવી ગયું છે. તુરંત વોલંટીયર દિપક સપકાળ, વન વિભાગના અધિકારી નિતીન પટેલ સ્થળ પર પહોંચ્યા હતા. અને કમ્પાઉન્ડમાંથી મગરનું સાડા ત્રણ ફૂટનું બચ્ચુ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. બીજી ઘટનામાં લક્ષ્મીપુરા માં આવેલા ઘોડાના તબેલામાં મગરનું બચ્ચુ આવી ગયું હોવા અંગે કોલ મળ્યો હતો. જેમાં મહિલા રેસ્ક્યૂઅર ભૂમિ પોલને મોકલવામાં આવ્યા હતા. તેમણે સ્થળ પર જઇને ત્રણ ફૂટના મગરના બચ્ચાને રેસ્ક્યૂ કરીને સલામત રીતે વન વિભાગને સોંપ્યો હતો. બંને ઘટનામાં સલામત રીતે રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી.
આ પણ વાંચો -- VADODARA : શહેરમાં કોલેરાએ માથુ ઉંચકતા ચિંતા વધી