Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : 603 "બેદરકાર" સ્કૂલ વાન-રીક્ષા ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી

VADODARA : વડોદરા ટ્રાફીક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા બેદરકાર સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. યાદી પ્રમાણે, વર્ષ - 2024 માં અત્યાર સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટીમો દ્વારા કરેલી કાર્યવાહી અંતર્ગત 603...
vadodara   603  બેદરકાર  સ્કૂલ વાન રીક્ષા ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી

VADODARA : વડોદરા ટ્રાફીક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા બેદરકાર સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. યાદી પ્રમાણે, વર્ષ - 2024 માં અત્યાર સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટીમો દ્વારા કરેલી કાર્યવાહી અંતર્ગત 603 સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળમાં સ્કૂલવાનનો દરવાજો ખુલી જતા બાળકો સ્કૂલ બેગ સાથે રોડ પર પટકાયા હોવાની ઘટનાના સીસીટીવી વાયરલ થયા હતા. જે બાદ મકરપુરા પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

અલગ અલગ ટીમો દ્વારા વર્ષભર તપાસ

વડોદરા ટ્રાફીક પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ વાન - રીક્ષામાં જતા બાળકોની સુરક્ષાને લઇને લાંબા સમયથી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. છતાં સ્કૂલ વાન - રીક્ષા ચાલકોની બેદરકારી છતી થાય તેવી કિસ્સાઓ પર રોક લાગી શકી નથી. ટ્રાફીક પોલીસ વિભાગની યાદી અનુસાર, નિયત મર્યાબા કરતા વધુ બાળકો બેસાડતા સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો વિરૂદ્ધ અલગ અલગ ટીમો દ્વારા વર્ષભર તપાસ કરવામાં આવે છે. જેમાં વર્ષ 2024 માં 603 બેદરકાર ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ડ્રાઇવર સીટ બાળકો ન બેસાડવા

સાથે જ ટ્રાફીક પોલીસ દ્વારા બાળકોની સલામતીને લઇને સ્કૂલ સંચાલકો, બસ ઓપરેટર્સ અને પ્રીન્સીપાલ સાથે એક મીટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં 156 શાળાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જેમાં નિયત મર્યાદા કરતા વધુ બાળકોને વાહનમાં ન બેસાડવા, માર્ગ સલામતી સુનિશ્ચિત કરવી, અલ્ટ્રેશન બાદ જ સીએનજી-પીએનજી કીટ ફીટ કરવી, આરટીઓમાં ટેક્સી પાસીંગ કરાવવું, વીમો, ટેક્સ, પરમીટ, પીયુસી અને ફીટનેશ સર્ટીફીકેટ સાથે રાખવા, ચાલક પાસે લાયસન્સ જરૂરી, વાહનની આગળ-પાછળ સ્કૂલ વાહન લખવું, ડ્રાઇવર સીટ બાળકો ન બેસાડવા, પ્રાથમિક સારવાર પેટી-અગ્નિશામક સાધનો રાખવા, સ્કૂલ બેગ લટકાવવા નહી જેવા સુચનાઓ આપવામાં આવી હતી. સાથે જ વાલીઓને પણ બાળકો સુરક્ષીત રહે તે માટે નિયમોનું પાલન કરનાર વાહન ચાલકો જોડે જ મોકલે તેમ જણાવાયું હતું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : રોંગ સાઇડ વાહનો ચલાવનાર સામે થશે પોલીસ ફરિયાદ

Advertisement
Tags :
Advertisement

.