VADODARA : લોકસભા-વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરીને લઇ અનેક રૂટ ડાયવર્ટ
VADODARA : વડોદરામાં લોકસભા અને વાઘોડિયા વિધાનસભા બેઠક પર ચૂંટણી અંતર્ગત આજે મતગણતરી (VADODARA VOTE COUNTING) હાથ ધરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને વડોદરા ટ્રાફીક પોલીસ દ્વારા જાહેરમાનું બહાર પાડવામાં આવ્યું છે. અને અનેક રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ આ જાહેરનામું લાગુ પડી જશે. જાહેરનામાની અમલવારી માટે વહેલી સવારથી જ ટ્રાફીક પોલીસના જવાનો દ્વારા નિયમન કરવામાં આવી રહ્યું છે.
ચુસ્ત પણે અમલવારી
આજે વડોદરાના પંડ્યા બ્રિજ પાસે આવેલી પોલીટેક્નિક કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. જેને લઇને અહિંયા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ આજે સવારથી અનેક રૂટને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. જેની અમલવારી આજે સવારથી ટ્રાફીક પોલીસના જવાનો ચુસ્ત પણે કરાવી રહ્યા છે. મોડી સાંજે સુધી બંને બેઠકોના પરિણામો જાહેર થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
ટ્રાફીક ડાયવર્ઝન સહિતની માહિતી નીચે મુજબ છે.
આ પણ વાંચો -- Result : વાંચો, પરિણામની સતત અપડેટ્સ