Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : પોલીસને ટેમ્પામાંથી દારૂ મળ્યો, ચાલક નહીં

VADODARA : વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇ-વે (VADODARA - AHMEDABAD EXPRESS HIGHWAY) પર અમદાવાદ તરફ જવાના રસ્તે આઇસર ટેમ્પો આડો પડતા તેમાં રાખેલા લાકડા વિખેરાયા હતા. જેની નીચે દારુની પેટીઓ હોવાની બાતમી મળતા પેટ્રોલીંગમાં કાર્યરત પોલીસ દોડી હતી. સ્થળ પર જઇ તપાસ...
01:39 PM May 11, 2024 IST | PARTH PANDYA
Representative Image

VADODARA : વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇ-વે (VADODARA - AHMEDABAD EXPRESS HIGHWAY) પર અમદાવાદ તરફ જવાના રસ્તે આઇસર ટેમ્પો આડો પડતા તેમાં રાખેલા લાકડા વિખેરાયા હતા. જેની નીચે દારુની પેટીઓ હોવાની બાતમી મળતા પેટ્રોલીંગમાં કાર્યરત પોલીસ દોડી હતી. સ્થળ પર જઇ તપાસ કરતા દારૂ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે પોલીસે ચાલકની શોધખોળ કરતા કોઇ ભાળ મળી શકી ન હતી. આખરે ઉપરોક્ત મામલે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સ્થળ પર પહોંચ્યા

મંજુસર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ ધીરૂભાઇએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ અન્ય જવાનો સાથે સવારના સમયે પેટ્રોલીંગમાં હતા. તેવામાં દુમાડ ચોકડી પાસે આવતા બાતમી મળી કે, એક મરૂન કલરનો લાકડા ભરેલો આઇસર ટેમ્પો એક્સપ્રેસ હાઇવે પર વડોદરાથી અમદાવાદ તરફ જતા ટ્રેક પર આડો પડ્યો છે. અને લાકડાની નીચે વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. જે બાદ પંચોને સાથે રાખીને તેઓ સ્થળ પર પહોંચ્યા હતા.

લાકડા નીચે વિદેશી દારૂ

સ્થળ પર જતા લાકડા વેરવિખેર હાલતમાં મળી આવ્યા હતા. ચાલક અંગે આસપાસ તપાસ કરતા તે મળી આવ્યો ન્હતો. પોલીસે લાકડા સાઇડમાં કરીને વાહન વ્યવહાર સરળ બનાવ્યો હતો. આ લાકડા નીચે તપાસ કરતા વિદેશી દારૂની છુટ્ટી બોટલો અને પેટીઓ મળી આવી હતી. કાર્યવાહીમાં રૂ. 3.29 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 8.29 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરોક્ત મામલે મંજુસર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : બાઇક ચાલકનું અકસ્માતમાં મોત, પોલીસની ગાડી શંકાના દાયરામાં

Tags :
expressfoundhighwayillegalliquoronpolicetempoturnedunderVadodarawoods
Next Article