Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : શકમંદે ચોરીનો મોબાઇલ ચાલુ કર્યો અને પોલીસ એલર્ટ થઇ

VADODARA : વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા મોબાઇલ ચોરીના કિસ્સાઓમાં ટેકનોલોજીથી સજ્જ અધ્યત સીઇઆઇઆર પોર્ટલનો ઉપયોગ કરી કેસ ઉકેલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. એક તરફ શકમંદ દ્વારા ચોરીનો મોબાઇલ સ્વિચ ઓન, ચાલુ કરવામાં આવ્યો અને બીજી તરફ પોલીસ એલર્ટ બની...
vadodara   શકમંદે ચોરીનો મોબાઇલ ચાલુ કર્યો અને પોલીસ એલર્ટ થઇ

VADODARA : વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા મોબાઇલ ચોરીના કિસ્સાઓમાં ટેકનોલોજીથી સજ્જ અધ્યત સીઇઆઇઆર પોર્ટલનો ઉપયોગ કરી કેસ ઉકેલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. એક તરફ શકમંદ દ્વારા ચોરીનો મોબાઇલ સ્વિચ ઓન, ચાલુ કરવામાં આવ્યો અને બીજી તરફ પોલીસ એલર્ટ બની ગઇ હતી. આ તપાસમાં પોલીસે રૂ. 1 . 30 લાખની કિંમતના મોબાઇલ ફોન સાથે એક શખ્સને પકડી પાડ્યો છે.

Advertisement

સિમકાર્ડ એક્ટીવ થયાની માહિતી પોલીસ સુધી પહોંચી

વડોદરા તાલુકા પોલીસ મથક દ્વારા વિસ્તારમાં ચોરી થયેલા મોબાઇલ ફોન અંગે CEIR (Central Equipment Identity Register) પોર્ટલનો ઉપયોગ કરીને અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચાલુ વર્ષમાં ગુમ થયેલા મોબાઇલ ફોન મેળવવા અંગે જરૂરી વિગતો CEIR (Central Equipment Identity Register) પોર્ટલ પર ફીડ કરવામાં આવી હતી. દરમિયાન શકમંદ દ્વારા ચોરી પૈકી એક મોબાઇલ ફોન શરૂ કરવામાં આવતા પોલીસ એલર્ટ થઇ ગઈ હતી. સાહેબાજ મુશિરખાન પઠાણ (ઉં. 19) (રહે. બાપુની ચાલી, ઇન્દિરા નગર, હાથીખાના) નામનું સિમકાર્ડ ચોરીના મોબાઇલમાં એક્ટીવ થયાની માહિતી પોલીસ સુધી પહોંચી હતી.

જાણ અગાઉથી જ મોબાઇલ દુકાન ધારકોની કરી દેવામાં આવી

જે બાદ પોલીસ દ્વારા બાતમીદારોનું નેટવર્ક એક્ટીવ કરવામાં આવ્યું હતું. દરમિયાન વાસણા-ભાયલી રોડ પર એક શખ્સ મોબાઇલ વેચવા માટે ફરી રહ્યો હોવાનું જાણવા મળતા ટીમ એલર્ટ થઇ હતી. અને આ અંગેની જાણ અગાઉથી જ મોબાઇલ દુકાન ધારકોની કરી દેવામાં આવી હતી. તેવામાં ભાયલી ગેટ પાસે આવેલી મોબાઇલની દુકાનમાં એક શખ્સ 13 મોબાઇલ વેચવા પહોંચ્યો હતો. જેને રંગેહાથ પોલીસની ટીમ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે.

Advertisement

શકમંદ અને તેના સાગરીતો મોબાઇલ તફડાવતા

પોલીસે ઉપરોક્ત કાર્યવાહીમાં સાહેબાજ મુશિરખાન પઠાણ (ઉં. 19) (રહે. બાપુની ચાલી, ઇન્દિરા નગર, હાથીખાના) ની અટકાયત કરી રૂ. 1.30 લાખના મોબાઇલ જપ્ત કર્યા છે. આરોપી પાસે આટલા મોબાઇલ ફોનના કોઇ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. પુછપરછમાં જાણવા મળ્યું કે, શકમંદ અને તેના સાગરીતો ભેગા મળીને વડોદરા શહેર-જિલ્લામાંથી મોબાઇલ તફડાવતા હતા.

આ પણ વાંચો -- VADODARA : સોની પોળમાં જર્જરિત મકાનની છત ધરાશાયી, વૃદ્ધા ઇજાગ્રસ્ત

Advertisement

Tags :
Advertisement

.