Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સુરસાગરમાંથી મળેલુ પશુ અવશેષ કુતરુ તાણી લાવ્યું હોવાનું અનુમાન

VADODARA : વડોદરા (VADODARA) ના મધ્યમાં આવેલા સુરસાગરમાં સર્વેશ્વર મહાદેવ બિરાજમાન છે. સર્વેશ્વર મહાદેવની ઉંચી પ્રતિમાને સુવર્ણ મઢીત કરવામાં આવી હોવાના કારણે અનોખું આકર્ષણ જમાવે છે. તાજેતરમાં સુરસાગર ખાતેથી પશુ અવશેષ તરતો મળી આવ્યો હતો. જે બાદ હિંદુ સંગઠનો મોટી...
vadodara   સુરસાગરમાંથી મળેલુ પશુ અવશેષ કુતરુ તાણી લાવ્યું હોવાનું અનુમાન

VADODARA : વડોદરા (VADODARA) ના મધ્યમાં આવેલા સુરસાગરમાં સર્વેશ્વર મહાદેવ બિરાજમાન છે. સર્વેશ્વર મહાદેવની ઉંચી પ્રતિમાને સુવર્ણ મઢીત કરવામાં આવી હોવાના કારણે અનોખું આકર્ષણ જમાવે છે. તાજેતરમાં સુરસાગર ખાતેથી પશુ અવશેષ તરતો મળી આવ્યો હતો. જે બાદ હિંદુ સંગઠનો મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા. અને આ વાતને લઇને વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી. અને તેની તપાસ શરૂ કરી હતી. દરમિયાન એફએસએલ રિપોર્ટમાં સામે આવ્યું કે, પશુ અવશેષ ભેંસ વંશનું છે. અને સીસીટીવી તપાસતા પ્રાથમિક તારણ પર ટીમ પહોંચી કે કુતરૂ ક્યાંકથી આ અવશેષ તાણી લાવ્યું હોઇ શકે છે.

Advertisement

પશુ અવશેષ મળી આવતા હોબાળો

વડોદરાના સુરસાગરમાં સર્વેશ્વર મહાદેવની ઉંચી સુવર્ણ મઢીત પ્રતિમા આવેલી છે. આ પ્રતિમા અસંખ્યા વડોદરાવાસીઓ માટે આસ્થાનું પ્રતિક છે. વડોદરામાં રંગેચંગે નિકળતી શિવજી કી સવારીનું દરમિયાન અહિંયા મહા આરતીનું આયોજન થાય છે. ત્યારે તાજેતરમાં સુરસાગરમાંથી પશુ અવશેષ મળી આવતા હોબાળો મચ્યો હતો. જે અંગે પોલીસ તપાસમાં અનેક તથ્યો સામે આવ્યા છે. જે અંગેની માહિતી એસીપી દ્વારા મીડિયાને આપવામાં આવી છે.

Advertisement

જાણવા જોગ ફરિયાદ દાખલ

ACP જણાવે છે કે, 19, જુનના રોજ બપોરે દોઢ વાગ્યા બાદ નજરે જોનાર અને મીડિયા મારફતે જાણવા મળ્યું કે, સુરસાગર તળાવમાં પશુનો પગ તરતો હોવાનું જણાયું હતું. સમાજસેવીઓ દ્વારા તેને બહાર કાઢીને મુક્યો હતો. આ મામલે લોકોની લાગણી દુભાય તેમ હતું. આ પ્રકારે પશુ અવશેષ સર્વેશ્વર મહાદેવ નજીક મળે તો લોકોની લાગણી દુભાય તેમ હતું. જે તે સમયે પશુ અવશેષને રીકવર કરીને જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પાણી પીવા જતા અંદર પડી ગયું

વધુમાં તેમણે જણાવ્યું કે, જે બાદ વેટરનરી ડોક્ટર અને એફએસએલને બોલાવીને સેમ્પલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેને એફએસએલ, સુરત ખાતે મોકલવામાં આવ્યું હતું. જેનું પરિણામ સામે આવ્યું છે. જે પશુ અવશેષ ભેંસ વંશનું પ્રાણીનું હોવાનું તારણ છે. આ અંગે સીસીટીવી તપાસતા કોઇ વ્યક્તિની હાજરી જણાઇ આવી ન્હતી. પરંતુ ક્યાંક કુતરાઓની અવર-જવર જોવા મળી રહી છે. તો અમુક જગ્યાએ કુતરાએ તાણી લાવીને, પાણી પીવા જતા અવશેષ અંદર પડી ગયું હોવાનું પ્રાથમિક તારણ છે. આ મામલે જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પંડ્યા બ્રિજ બંધ કરાતા સ્ટેશન રોડ પર વાહનોની કતારો

Tags :
Advertisement

.